રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટા ઉલટફેર કરતા સીપી
સૌથી વધુ ટ્રાફિક શાખાના 26 જવાનોની પોલીસ સ્ટેશનમાં નિમણુંક
રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહિવટી સુગમતા અને કાર્યક્ષમતા વધારવાના ભાગરૂપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આજે શહેરના વધુ 84 પોલીસ કર્મચારીઓની એક સાથે આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે અગાઉ 49 જવાનોની એકસાથે હેડક્વાટરમાં બદલી કરવામાં આવી હતી સૌથી વધુ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 26 જવાનોની પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા વધુ 84 પોલીસ જવાનોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે આ બદલીના લીથામાં જે પોલીસ કર્મચારી ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ જે પોલીસ કર્મચારીઓ એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હતા તેમને પ્રાધાન્ય આપીને આ બદલીઓ કરવામાં આવી છે.સૌથી વધુ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 26 જવાનોની પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે.
ક્યાં પોલીસ સ્ટેશનમાંથી કેટલા જવાનોની બદલી
એ ડિવિઝન પોલીસ સ્ટેશન : 5
એરપોર્ટ પોલીસ સ્ટેશન : 8
આજી ડેમ પોલીસ સ્ટેશન : 4
બી ડિવિઝન પોલીસ સ્ટેશન : 6
ભક્તિનગર પોલીસ સ્ટેશન : 5
યુનિવર્સીટી પોલીસ સ્ટેશન : 5
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન : 4
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન : 5
માલવીયાનગર પોલીસ સ્ટેશન : 5
પ્રનગર પોલીસ સ્ટેશન : 4
તાલુકા પોલીસ સ્ટેશન : 3
થોરાળા પોલીસ સ્ટેશન : 4
ટ્રાફિક શાખા : 26
