રાજકોટની જગ મિન્ટ રિફાઇનરી કંપનીના એમડીનો મોબાઈલ હેક કરી, એકાઉન્ટન્ટ મારફત 29 લાખ પડાવી લીધા

શેઠના જ મોબાઈલ નંબર અને ડીપીમાં ફોટો રાખેલા નંબર પરથી આચરેલું ફ્રોડ
વધુ 48 લાખ માંગતા ભાંડો ફૂટ્યો : અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

રાજકોટના વાવડી 80 ફૂટ રોડ પર રહેતા અને જગ મીન્ટ પ્રા.લી ગોલ્ડન/સિલ્વરની રીફાઇનરીની કમ્પનીમા એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા ચારેક મહીનાથી નોકરી કરતા કવીતાબેન તેજસભાઇ શાહ ઉ.43એ મોબાઈલ નંબર ધારક અને બે બેન્ક ખાતા ધારક સામે 29 લાખના ફ્રોડ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 16 તારીખે હું ઓફીસમાં હતી ત્યારે બપોરે મારા કમ્પનીના મોબાઇલ નંબર ઉપર એક અજાણ્યા વ્યક્તી દ્રારા વોટ્સ એપ મેસેઝ કરેલ હતો જે મોબાઇલ નં. 7409413497 અમોની કંપનીના મોબાઇલ ફોનમા અમારા એમ.ડી. ધર્મેદ્ર પારેખના નામથી સેવ હતો તથા તે મોબાઇલ નંબરના વોટ્સએપ ડીપીમા એમ.ડી. ધર્મે ન્દ્ર પારેખનો ફોટો રાખ્યો હતો તેમાં બેલેન્સ ચેક કરી જણાવવા લખ્યું હતું જે બાદ મે ઓકે લખીને મોકલેલ અને બાદ મે બેંક બેલેન્સ ના સ્ક્રીનશોટ મોકલાવ્યા હતા બાદ તા.20ના રોજ ઉપરોક્ત મોબાઇલ નંબર પરથી 29 લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ આવતા મેં ઓપરેશન હેડ સમીરભાઇ વિનોદભાઈ પાટડીયાને પેમેન્ટ કરવા બાબતે પુછતા તેમણે મને હા પાડેલ હતી જે બાદ મે અમારી આજીડેમ રાજકોટના અડઈંજ બેંકમાંથી 29 લાખ ટ્રાન્સફર કર્યા હતા બાદ ઉપરોક્ત મોબાઇલ નંબર ધારક અજાણ્યા વ્યક્તિએ ફરી વોટ્સ એપ મેસેઝમા પુછેલ કે હમારી કંપની એક એકાઉન્ટ મે કીતના બેલેન્સ બચા હૈ તેવો મેસેઝ આવેલ જેથી મે અમોની કંપનીના તમામ બેન્ક એકાઉન્ટના બેલેન્સ અંગેનો મેસેઝ કરેલ ફરી 48 લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ આવતા મે અમારા એમ.ડી. ધર્મેદ્ર પારેખને કોલ કરીને પુછેલ કે અડતાલીસ લાખ પછી 50 હજાર છે કે 5 હજાર ? તેમ પુછતા એમ.ડી.એ મને જણાવેલ કે શેનુ પેમેન્ટ કરવાનુ છે મે કોઇ પેમે ન્ટ કરવા જણાવેલ નથી તેમ વાત કરતા મે તેમને જણાવેલ કે આપના મોબાઇલ નંબર પરથી પેમેન્ટ અંગેનો મેસેઝ આવેલ હતો તો મને જણાવેલ કે મે કોઈ વોટ્સએપ મેસેઝ કરેલ નથી જેથી મે કંપનીના ફોનમા આવેલ મેસેઝનો સ્ક્રિનશોટ લઇ અમોના શેઠના મોબાઇલ ફોનમા મોકલાવેલ તે જોયા બાદ શેઠ ધર્મેન્દ્ર પારેખએ જણાવેલ કે આ ફ્રોડ મેસેઝ છે આપણી સાથે ફ્રોડ થઈ રહેલ છે. તેમ મને વાત કરતા મે તુરંતજ સા યબર ક્રાઇમ હેલ્પલાઇ નંબર 1930 પર કોલ કરી અરજી કરી ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ