રાજકોટના મેળામાં આત્મનિર્ભરને રોજગારી, સખી મંડળોની કલાકૃતિનું ઓનલાઇન પણ થશે વેંચાણ

જસદણ અને ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે કુલ 11 “મંગલમ ગ્રામ હાટ શરૂ કરવા જાહેરાત

સ્વસહાય જૂથો માટે 50 સ્ટોલ ફાળવવામાં આવશે

‘આત્મિનિર્ભર ભારત’ યોજના થકી લોકોને રોજગારી મળે તે માટે ભારત સરકાર દ્વારા ચાલતા અથાગ પરિશ્રમના ભાગરૂપે રાજકોટમાં આગામી જન્માષ્ટમી લોકમેળામાં સ્વસહાય જૂથો માટે 50 જેટલા સ્ટોલ ફાળવવામા આવશે. આ ઉપરાંત સખી મંડળો દ્વારા બનાવવામા આવતી ચીજવસ્તુના પ્રદર્શન અને વેંચાણ રાખવામા આવશે. ઓનલાઇન માર્કેટિંગ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઓનલાઇન માધ્યમ દ્વારા પણ સખી મંડળોની ચીજવસ્તુ ખરીદી શકાય તેવુ પણ આયોજન કરવામા આવશે.
શ્રમ, કૌશલ્યે વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યઇક્ષસ્થાોને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીોની બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ “રાષ્ટ્રી ય ગ્રામીણ આજીવિકા મિશન, “પ્રધાનમંત્રી આવાસ યોજના, “વીબી-જી-રામજી (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી) અને “સ્વષચ્છ‘ ભારત મિશનની કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ સ્વનસહાય જૂથની રચના, ગ્રામ સંગઠન રચના, રિવોલ્વિાંગ ફંડ, કોમ્યુંનિટી ઇન્વેાસ્ટરમેન્ટે ફંડ, રજિસ્ટીર્ડ સહકારી મંડળીઓ, કેશ ક્રેડિટ લોન અને ઈ-કોમર્સ જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
ડિસ્ટ્રિ ક્ટ્ લાઇવલીહૂડ મેનેજર વિરેન્દ્રરસિંહ બસિયાએ જણાવ્યું હતું કે, જન્માોષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળામાં સ્વવસહાય જૂથો માટે 50 સ્ટો લ ફાળવવામાં આવશે. જસદણ અને ગોંડલ સહિતના ગ્રામ્યગ વિસ્તારરોમાં અંદાજે કુલ 11 “મંગલમ ગ્રામ હાટ શરૂ કરવાનું આયોજન છે. આગામી સમયમાં વધુ 46 મહિલાઓને તાલીમ આપીને ડ્રોન પાઇલટ બનાવવામાં આવશે. સખી મંડળોની વસ્તુાઓનું વેચાણ એમેઝોન, ફ્લિપકાર્ટ વેબસાઇટ પર વેચાણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

લોકમેળાનું નામ શું રાખવુ? 4365 નાગરિકોએ સુચન મોકલ્યા

મેળાને એક આકર્ષક અને સાંસ્કૃતિક થીમ આધારિત શિર્ષક (નામ) આપવા માટે વહીવટી તંત્ર દ્વારા જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી મેળાના શિર્ષક માટે નાગરિકો તરફથી કૂલ 4,365 જેટલા આકર્ષક નામોનું સૂચન મળ્યુ હતું. આટલી મોટી સંખ્યામાં આવેલી એન્ટ્રીઓમાંથી શ્રેષ્ઠ નામ પસંદ કરવા માટે કલેક્ટર તંત્ર અને મેળાઓની સમિતિ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કાની સ્ક્રૂટિની બાદ 4,365 નામોમાંથી 200 શ્રેષ્ઠ અને અર્થસભર નામોની પસંદગી કરવામાં આવી છે. હવે આ શોર્ટલિસ્ટ કરાયેલા 200 નામોમાંથી આખરી નિર્ણય લેવામાં આવશે. દરમિયાન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ 228 સ્ટો લ અને પ્લો ટ માટે સામે 418 ફોર્મ ભરાઈને જમા થયા છે. તમામ ફોર્મમાં સૌથી વધુ ફોર્મ નાની અને મધ્યસમ ચકરડીના પ્લો ટ માટે જમા થયા છે.નાની ચકરડીમાં સૌથી વધુ 184 અને મધ્યમ ચકરડી માટે 69 ફોર્મ જમા થયા છે. આ સિવાય આઈસ્ક્રી મના 17, રમકડાંના 31, ખાણીપીણીના 16 ફોર્મ જમા થયા છે.

રિલેટેડ ન્યૂઝ