કોન્સ્ટેબલ વિરૂદ્ધ કરેલી અરજીમાં કાર્યવાહી નહી થતા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી’તી
રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા ન્યુ માયાણીનગરમાં રહેતા ઓટો પાર્ટ્સ કારખાનેદારને રાત્રિ દરમિયાન મોબાઇલ ઉપર 35 જેટલા ફોન કરી પતું ઘરમાંથી નીચે ઉતરી મને મળવા આવથ એમ કહી પુષ્કળ ધાક ધમકી આપી કાયદો વ્યવસ્થા બાબતે તેમજ પોલીસ તંત્ર બાબતે બેફામ વાણી વિલાસ કર્યા અંગે શહેર પોલીસ કમિશનરને રેકોર્ડિંગ સહિત રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નહીં અપાતા અરજદાર દ્વારા હાઇકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે પરાજ્ય સેવક પોલીસ જ આવું કરશે તો લોકોએ ન્યાય માટે જવાનું કોની પાસે ?થ એવી ટકોર સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનરને પોલીસ કોન્સ્ટેબલ વિરૂૂધ્ધ કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં ઓટો પાર્ટ્સ કારખાનું ધરાવતા અને મવડી રોડ પર ન્યુ માયાણીનગરમાં રહેતા સ્મિત કીશોરભાઈ સખીયાને તેના મોબાઈલ પર તા.24/ 06/ 2026ના મોડી રાત્રીના પાંત્રીસેક ફોન આવેલ, જેમાં દારૂૂના નશામાં વાત કરનાર ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલા હોય જેણે સતાનો દુરઉપયોગ કરી કોઈજ કારણ વગર અવાર નવાર ફોનો કરી તું ઘરમાંથી નીચે ઉતરી મને મળવા આવ, તું મને ઓળખતો નથી, નોકરી મુકી દવ અને 302 કરી નાખુ, રેકોર્ડિંગ થાતું હોય તો કરીને વાઈરલ કરી દેજે, મને કાંઈ ડોફોય ફેર પડતો નથી, હું સીસ્ટમ હેઠે નથી, સીસ્ટમ મારી પાસે છે વિગેરે પ્રકારે બેફામ વાણીવિલાસ કરી સતાનો દુરઉપયોગ કરી કોઈજ કારણ વગર હેરાન પરેશાન કરતા હોવા સબબ પોલીસ કોન્સ્ટેબલ વિરૂૂધ્ધ કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનરને તા. 10/ 07/ 2026ના રેકોર્ડિંગ સ્ક્રિપ્ટનો ઈલેક્ટ્રોનીક પુરાવો સાથે રાખી કાર્યવાહી કરવા માટે રજુઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. આથી સ્મિત સખીયાએ ગુજરાત હાઈકોર્ટમાં જઈ ગુન્હો આચરનાર પોલીસ કોન્સ્ટેબલ વિરૂૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનર, પોલીસ ઈન્સપેકટર ભક્તિનગર પોલીસ સ્ટેશન વગેરેને પક્ષકાર બનાવી પિટિશન દાખલ કરી હતી. પિટિશન ચાલવા પર આવતા સ્મિત સખીયાના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં તમામ હકીકતો રજૂ કરી હતી. તેમજ વાતચીતના રેકોર્ડિંગ સાથે રજૂઆત કરવા છતાં પોલીસ કમિશનરે કોઈજ કાર્યવાહી કરી નહિ હોવા બાબતે પ્રકારની લંબાણ પુર્વકની રજૂઆત કરવામાં આવી હતી. તેમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવેલ કે, રાજ્ય સેવક પોલીસ જ આવું કરશે તો આમ જનતાએ ન્યાય માટે જવાનું ક્યાં? તેવો પ્રશ્ર્ન ઉઠાવ્યા બાદ તમામ પક્ષની રજુઆતો લક્ષે લઈ રાજકોટ શહેર પોલીસ કમિશનરને સ્મિત સખીયાએ તા. 10/ 07/ 2026ના રોજ કરેલ લેખીત રજુઆત અન્વયે પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરૂૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો છે. ઉપરોકત કામમાં અરજદાર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા હાઈકોર્ટમાં પ્રતીક જસાણી રોકાયા હતા.
