દેણું વધી જતા જામનગર રોડ પર રહેતા એસિડ પી લેનાર માતા-પુત્રએ સારવારમાં દમ તોડ્યો
રાજકોટમા આજે રાજકોટમાં સામુહિક આપઘાતની વધુ બે ઘટના સામે આવી છે કોઠારીયા રોડ ઉપર રહેતા માતા-પુત્રએ ગૃહકલેશથી કંટાળી સજોડે ઝેરી દવા પી લેતા પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જયારે માતા હાલ સારવાર હેઠળ છે જયારે જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ આર્થિક ભિસથી કંટાળી એસિડ પી લેતા બંનેના મોત નીપજ્યા છે.
રાજકોટના જામનગર રોડ ઉપર મારુતિ સોસાયટીમાં રહેતા નિલેશ મનસુખભાઇ નકુમ ઉ.27 અને તેના માતા જયાબેન મનસુખભાઇ નકુમ ઉ.50એ ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા બંનેનું સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે પડધરી પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભિસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે જયારે કોઠારીયા રોડ ઉપર આવેલ રામેશ્વર સોસાયટીમાં રહેતા બ્રિજેશ મનસુખભાઇ રબારા ઉ.26 અને તેના માતા દમયંતીબેન મનસુખભાઇ રબારા ઉ.58એ ઘરે કોઈ કારણોસર સજોડે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન પુત્ર બ્રિજેશનું મૃત્યુ નીપજ્યું હતું જયારે માતા દમયંતીબેન હાલ સારવારમાં છે પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રએ ગૃહકલેશથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
