તાજેતરમાં, લાંબા સમયથી આલ્કોહોલના વ્યસનથી પીડાતા 31 વર્ષીય યુવકને ગંભીર હાલતમાં સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીને ગંભીર ગૂંચવણ,અત્યંત બેચેની , ધ્રુજારી, આક્રમક વર્તન, પ્રતિ મિનિટ 180થી વધુ ધબકારા અને અત્યંત ઊંચા બ્લડ પ્રેશર સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. દર્દીને 24 મે, 2026ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમે ડો. રવિ રાજાણી, ડો. આદિત વિરેન્દ્ર ઝોટા અને ડો. કુણાલ નાથના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ક્લિનિકલ મૂલ્યાંકન અને સારવાર શરૂ કરી હતી.
ડો. રવિ રાજાણી, ડો. આદિત વિરેન્દ્ર ઝોટા અને ડો. કુણાલ નાથ, ક્રિટિકલ કેર ટીમ, સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામે જણાવ્યું હતું કે, ગંભીર આલ્કોહોલ વિથડ્રોઅલ સિન્ડ્રોમ અને તેની સાથે વર્નિકે એન્સેફેલોપથી જેવી જીવલેણ ન્યુરોલોજિકલ સ્થિતિને સમયસર ઓળખી યોગ્ય સારવાર શરૂ કરવી અત્યંત જરૂરી છે. અમારી ટીમે પુરાવા આધારિત સારવાર પદ્ધતિ અપનાવી, દરેક મહત્વપૂર્ણ ક્લિનિકલ પરિમાણોનું ઝડપથી નિયંત્રણ મેળવ્યું અને સમયસર નિર્ણયો લીધા. આવી તબીબી કટોકટીમાં દરેક મિનિટ અત્યંત કિંમતી હોય છે અને યોગ્ય સમયે કરવામાં આવેલી સારવાર દર્દીના જીવનને બચાવવામાં નિર્ણાયક સાબિત થાય છે.
દર્દીની વિગતવાર તપાસ બાદ તબીબોએ તેને ગંભીર ડિલિરિયમ ટ્રેમેન્સ હોવાનું નિદાન કર્યું હતું તેમજ વર્નિકે એન્સેફેલોપથી હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. આ એક ગંભીર ન્યુરોલોજિકલ સ્થિતિ છે, જે વિટામિન ઇ1 (થાયામિન)ની ઉણપને કારણે થાય છે અને લાંબા સમયથી આલ્કોહોલનું સેવન કરતા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. જો સમયસર સારવાર ન મળે તો આ સ્થિતિ ઝટકા, કાયમી મગજને નુકસાન, બહુઅંગીય જટિલતાઓ અને મૃત્યુનું કારણ બની શકે છે.
