ગોંડલની કેશવ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીની થાપણ 2.31 કરોડે પહોંચી

સભાસદોનો મિલન સમારોહ યોજાયો: વાર્ષિક હિસાબો રજૂ કરાયા

ગોંડલની હેમવાડી ખાતે કેશવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી ગોંડલ શાખા દ્વારા સભાસદ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગોંડલ શાખાના સફળતાપૂર્વક પૂર્ણ થયેલા 11 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને સંસ્થાના વાર્ષિક હિસાબો સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સમારોહમાં ચેરમેન વિનોદભાઈ બરોચિયા, મેનેજિંગ ડિરેક્ટર ગોવિંદભાઈ ત્રાળા, ઈઊઘ પી. એસ. ગજેરા, પ્રભારી અશોકભાઈ બાલધા તથા રમેશભાઈ ગજેરાની ઉપસ્થિતિ રહી હતી.
કેશવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીએ છેલ્લા 11 વર્ષમાં વિશ્વાસ, પારદર્શિતા અને સભાસદોના સહકારના બળે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. હાલમાં સંસ્થાની કુલ થાપણ રૂ. 2 કરોડ 31 લાખ અને કુલ લોન રૂ. 3 કરોડ 10 લાખ સુધી પહોંચી છે. ઉપરાંત, સોસાયટી તેની 23 શાખાઓ મારફતે સભાસદોને નાણાકીય સેવાઓ પૂરી પાડી રહી છે.
કાર્યક્રમ દરમિયાન સંસ્થાના નફા, થાપણ, લોન તેમજ અન્ય નાણાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સભાસદ મિલન સમારોહ માં સંયોજક ધનશ્યામભાઈ પંડ્યા, સહ-સંયોજક રતિલાલ ભાખર, ગોંડલ નાગરિક બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરિયા, ઓમદેવસિંહ જાડેજા, પરેશભાઈ ઢોલરિયા,ગોંડલ નગરપાલિકાના ઉપ પ્રમુખ મનીષભાઈ રૈયાણી, વેપારી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ટોળિયા, મહામંત્રી નલીનભાઈ જડીયા, શિશુ મંદિર શાળાના પ્રધાનાચાર્ય યોગેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર જી. એમ. જાડેજા, પ્રતિપાલસિંહ એ. ઝાલા, પૂર્વ સંયોજક સુરેશભાઈ રાવલ, હારિતસિંહ જાડેજા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન ડિરેક્ટર મયુરભાઈ મહેતા એ કર્યુ હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. ગોંડલ શાખાની વિકાસ સમિતિના સભ્યો અને કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી

રિલેટેડ ન્યૂઝ