આધારસ્તંભ ગુમાવતા પરીવારમાં શોક: હાથ પગ ધોતા પગ લપસ્યો અને કાળ ભેટ્યો
ગોંડલ નાં ડૈયા ગામે તળાવ નજીક મિત્રો સાથે બેઠેલો યુવાન પગ લપસવા થી તળાવ માં ગરકાવ થઇ જતા તેનું મોત નિપજ્યું હતું.ગોંડલ ફાયર બ્રિગેડ દ્વારા તળાવ માંથી તેનો મૃતદેહ શોધી ગોંડલ હોસ્પિટલ ખસેડ્યો હતો.પરીવાર નાં આધારસ્તંભ સમા એકનાએક યુવાન પુત્ર નું અકાળે મોત નિપજતા પરીવાર માથે આભ ફાટ્યુ હતું.અને રોકકળ મચી જવા પામી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ડૈયા રહેતા જતીનભાઈ રમેશભાઈ રાઠોડ ઉ.18 ગત સાંજે તેના મિત્રો સાથે ડૈયા નાં તળાવ નજીક પુલ પર બેઠા હતાં.દરમિયાન જતીનભાઈ ને બાથરૂમ લાગતા તળાવ થી દુર ગયા હતાં.બાદ માં તળાવ માં હાથપગ ધોતી વેળા પગ લપસી જતા પલવાર માં ઉંડા પાણી માં ગરકાવ બની જતા તેનાં મિત્રો હેબતાઈ ગયા હતાં.બાદ માં બુમાબુમ કરી મુકતા આસપાસ નાં લોકો એકઠા થઇ ગયા હતાં.બનાવ ને લઇ ને ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલાં તરવૈયાઓ એ તળાવ માંથી જતીનભાઈ નો મૃતદેહ બહાર કાઢી ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
જતીનભાઈ માતા પિતા તથા નાની બહેન સહિત નાં પરીવાર માં એકનાએક પુત્ર હતાં.અને બીલીયાળા પાસે આવેલાં કારખાના માં કામ કરી પરીવાર ને મદદરૂપ થઇ રહ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
