રાજકોટમાં પશુ આહારમાં વપરાતા લોટમાંથી શક્કરપારા-ફરસાણ બનાવવાનું કારસ્તાન

રાજકોટના વાવડીમાં આવેલી કેસર ફૂડ પ્રોડક્ટસ પેઢીમાં મનપાના દરોડા દરમિયાન પકડાઇ ચોંકાવનારી હકિકત, જયારે વિજય પ્લોટમાં શાહ ફૂડ પ્રોસેસીંગી અને શ્રીનાથજી ટ્રેડીંગ પેઢીમાં લેબલ વગર બનતી હતી ખાદ્યસામગ્રી : ત્રણેય પેઢી સીલ

રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખાણીપીણીના ધંધાર્થીઓને સબક શીખવવા માટે મનપાએ શરૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં વધુ ત્રણ પેઢીને તાળા મારી દેવામા આવ્યા છે.
મનપાએ સીલ કરેલી પેઢીમાં વાવડી ગામથી આગળ, ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગોપાલ હોટલ વાળી શેરીમાં આવેલા “કેસર ફૂડ પ્રોડક્ટસ” માં ખાદ્યચીજોની બનાવટમાં રો-મટિરિયલ તરીકે વપરાતા લોટના પેકિંગ પર પશુ આહાર તરીકે પ્રિન્ટ કરેલ જોવા મળેલ તેમજ પેઢીમાં ઉત્પાદન કરેલ ફરસાણ અનહાઈજીનીક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ. મીઠાશક્કરપારા તથા લોટ કુલ મળી અંદાજિત 1020 સલ અખાધ્ય જથ્થાનો નાશ કરાયો હતો.
જ્યારે ’અરિહંત’, વિજય પ્લોટ-18, ગોંડલ રોડ મુકામે આવેલ “શાહ ફૂડ પ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડ” પેઢી સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ લેબલ વગરનો જથ્થો તેમજ વેચાણ માટે માટે સંગ્રહ કરેલ ટી- કોફી પ્રીમિક્સ, સોફ્ટ ડ્રિંક કોન્સ્ટ્રેટ, ફૂડ એડીટિવ્સ, પ્રિસેર્વેટિવ, સોડા મસાલા, વગેરેનો કુલ મળી 5972 સલ અલગ-અલગ ફ્લેવરના એસન્સના કેન ઉત્પાદન/ એક્સપાયરી ડેટ વગરનો કુલ મળીને અંદાજિત 2000 લિટર જથ્થો સ્થગિત કરી પેઢીને સીલ કરવામાં આવેલ.
આ ઉપરાંત વિજય પ્લોટ-18 ખાતે જ આવેલા જય ખોડિયાર મકાનમાં ચાલતી “શ્રીનાથજી ટ્રેડિંગ” પેઢીમાં તપાસ કરતા લેબલ વગરનો પડતર જથ્થો તેમજ વેચાણ માટે માટે સંગ્રહ કરેલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, વગેરેનો કુલ મળી અંદાજિત 5600 સલ શંકાસ્પદ જથ્થો સ્થગિત કરવામાં આવેલ.

આટલી પેઢી લાયસન્સ વગર ધંધો કરતા ઝપટે ચડી
જય જોગમાયા પાન: યુનિવર્સિટી રોડ
જી.પટેલ પાન કોલ્ડ્રિંક્સ
જય ગાત્રાળ હોટલ: રોયલ પાર્ક 6, યુનિ રોડ
પી. પટેલ પાન કોલ્ડ્રિંક્સ: યુનિવર્સિટી રોડ
રોયલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ: યુનિવર્સિટી રોડ
પાબુરાજ પાપડ મોલ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ
જલિયાણ ટ્રેડર્સ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ
શ્યામ બેકરી: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ
રામનાથ જનરલ સ્ટોર: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ
હરભોલે પાન કોલ્ડ્રિંક્સ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ
મીરા ફરસાણ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ
ખોડલ ડેરી ફાર્મ: શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ

રિલેટેડ ન્યૂઝ