રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના રક્ષણ માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશ્ર્નર બ્રજેશ કુમાર ઝા અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના અધ્યક્ષસ્થાને આજે તાકીદે એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના તમામ પોલીસ મથકના પી.આઈ સહીતન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પી.આઈને તેમના વિસ્તારમાં વરસાદની આગાહીને પગલે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ખાસ કરીને જરૂૂર પડ્યે નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસ ટુકડીને તૈનાત રાખવા સુચના આપવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
મેટોડામાં વેપારી સહીત ત્રણને માર મારી લુંટારૂ ટોળકીએ ચલાવી લુંટ
બાઇકને આંતરી લુંટની ઘટનાને અંજામ આપનાર પાંચેય શખ્સો ઝડપાયા મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર જીલ્લાના મમના ગામના વતની... -
‘વ્યાજમાફીના નામે’ નાના કરદાતા પાસેથી 520 કરોડ ભેગા કરવા ‘RMCની સ્કીમ’
યોજનામાં મિલ્કત અને પાણી વેરાની મુળ રકમ ઉપરાંત વ્યાજમાં મહતમ રૂ.5000-5000ની જ માફી મળશે: લાખો રૂપિયાનો... -
મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, 247.78 કરોડના કામના લોકાર્પણ-ખાતમુર્હુત
રવિવારે રાજકોટ આવતા મુખ્યમંત્રીના હસ્તે પાણી પુરવઠા, રોડ નેટવર્ક સહિત અનેકવિધ માળખાકીય સુવિધાના ખાતમુર્હુત અને લોકાર્પણ...
