ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
રાજકોટની ભાગોળે આવેલા કાળીપાટ પાસે કાર ટ્રક નીચે ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલક યુવાનનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના ન્યૂ ગોંડલ રિંગ રોડ-2 પર કાળીપાટ ગામ પાસે લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ગત સાંજે પોણા છ વાગ્યાની આસપાસ એક માર્ચ સ્વિફ્ટ કાર (ૠઉં-03-ખક-5194) અને અશોક લેલેન્ડ ટ્રક વચ્ચે સામસામે થયેલી અત્યંત ભયાનક ટક્કરમાં કાર ચલાવી રહેલા 27 વર્ષીય જયદીપભાઈ ભરતભાઈ વેકરીયાનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ટ્રક નીચે ઘૂસી જતાં કારના પતરાની અંદર જયદીપભાઈ ખરાબ રીતે ફસાઈ ગયા હતા, જેથી સ્થાનિકોની જાણ બાદ બેડીપરા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આધુનિક હાઈડ્રોલિક સ્પ્રેડર અને મશીનરીનો ઉપયોગ કરીને આશરે એક કલાકની ભારે જહેમત બાદ કાટમાળ કાપીને તેમને બહાર કઢાયા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનો પ્રાણપંખેરૂ ઉડી ગયો હતો. આ બનાવની જાણ થતા જ આજી ડેમ પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની સાથે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે, જેનાથી માત્ર 27 વર્ષીય યુવાનના અચાનક અવસાનને કારણે વેકરીયા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
