ર0 યાત્રા ગાડીઓમાં અનેક પ્રવાસીઓએ સંતોષકારક મુસાફરી
ભારતીય રેલ્વે અને આઇઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અનેદેખો અપના દેશ અંતર્ગત આઇઆરસીટીસી લઇને આવ્યું છે ધાર્મિક પ્રવાસ યોજના અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રાનું આયોજન કરાયું છે.
આ યાત્રા ભારત ગૌેરવ ટ્રેન હેઠળ તા. ર9 થી તા. 10-9 (1ર રાત્રી અને 13 દિવસ) રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઇડ), નડીયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજૈન, સંત હિરદારામ નગરથી બેસી શકાશે.
આ યાત્રા દરમિયાન ભારત ગોરવ ટ્રેન દ્વારા પુરી, કામાખ્યા મંદીર, ગયા, વારાણસી, અયોઘ્યા દર્શન કરવાનો લાભ મળશે.
આ માહિતી આપતાં, ઈંછઈઝઈ પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકેતા અગ્રવાલે જણાવ્યું હતું કે આ 13 દિવસની યાત્રા ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હેઠળ 29 ઓગસ્ટ 20ણ6 થી શરૂ થશે અને ગુજરાત અને મધ્ય ભારતને આવરી લેશે અને 10 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.
ઈંછઈઝઈ તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, ઈંછઈઝઈ મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિયન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત. બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.
વધુમાં આઇઆરસીટીસીના જીતેન્દ્રકુમાર જયંત, સુર્યવીરસિંહએ કહયું હતું કે આ ખાસ રેલ યાત્રા ર1મી છે. અને અત્યાર સુધીમાં અનેક યાત્રીઓએ સંતોષકારક પ્રવાસ કર્યો છે.
આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ. 24200/- સ્ટાન્ડર્ડ ક્લાસ -3અઈ માટે રૂ. 40100/- અને સ્ટાન્ડર્ડ ક્લાસ – 2અઈ માટે રૂ. 49500/- ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં ઈંછઈઝઈ દ્વારા કઝઈ સુવિધા પણ આપવામાં આવી રહી છે.
ઈંછઈઝઈ દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે પેકેજ બુક કરો ઊખઈં (850/ પ્રતિ માસ)” થી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસ 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ. 380009 ખાતે સંપર્ક કરવો.
