રાજકોટમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરી અન્ય સાથે સંબંધ બાંધવા કર્યુ દબાણ

સગીરાની એકલતાનો લાભ લઈ અન્ય શખ્સે પણ હવસનો શિકાર બનાવી હતી બંને વિરૂદ્ધ ફરિયાદ

રાજકોટમાં થોરાળા વિસ્તારમાં રહેતી સગીરાને સગા કાકાએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી અન્ય લોકો સાથે સંબંધ બાંધવા દબાણ કરી મારકૂટ કરી હતી. આ દરમિયાન સગીરાની એકલતાનો લાભ લઈ એક શખ્સે તેણીને અને તેના કાકાને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. સગીરાએ આપવીતી વર્ણવતા તેણીની કાકાએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
રાજકોટ શહેરમાંથી પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગા કાકાએ જ રક્ષકમાંથી ભક્ષક બનીને પોતાની 17 વર્ષ 6 મહિનાની માસૂમ સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી કાકાએ લગ્ન કરવાની લાલચ આપી ભત્રીજીને સાથે લઈ જઈને અવારનવાર શારીરિક સંબંધ બાંધી તેના પર દુષ્કર્મ આચર્યું હતો. લોહીના સંબંધોની મર્યાદા નેવે મૂકી કાકાએ સગીર ભત્રીજી સાથે આંત્યતિક ક્રૂરતા આચરી હતી. અને ભત્રીજીને અન્ય વ્યક્તિ સાથે શરીર બાંધવા માટે મજબૂર કરી દબાણ કર્યું હતું. જ્યારે ડરેલી સગીરાએ આ પાપકૃત્યની ના પાડી ત્યારે કાકાએ તેને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી કે જો તે કહે તેમ નહીં કરે તો તેને રોજ માર મારશે.
સંબંધોની આ બાજુ વચ્ચે કેસના બીજા આરોપી અસલમભાઇ પઠાણ નામના શખ્સે પણ સગીરા ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. તેણે પણ હેવાનીયતની તમામ હદો વટાવી સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ગુનો આચર્યા બાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને પણ જાણ કરશે તો તેને અને તેના કાકાને જાનથી મારી નાખવામાં આવશે. આ બનાવ 1 ફેબ્રુઆરી,2026થી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ