ત્રણેયને મહેસાણા, અમદાવાદ અને પાલનપુર જેલમાં મોકલી દીધા
રાજકોટ શહેર વિસ્તારમાં નવી બની રહેલી ક્ધસ્ટ્રક્શન સાઇટો પરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવાતી કિંમતી એલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરનાર તથા ચોરીનો માલ રાખનાર શખ્સો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી ત્રણેયને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) બી.બી. બસીયાની સૂચના મુજબ મિલકત સંબંધી ગુનાઓ આચરતા શખ્સો સામે કડક અટકાયતી પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પપાસાથ દરખાસ્ત તૈયાર કરી મોકલી હતી, જેને પોલીસ કમિશ્નર દ્વારા મંજૂર કરવામાં આવતા આરોપીઓની અટકાયત કરી અલગ-અલગ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં ભંગારનો ધંધો કરતા આરોપી મનોજ કાંતિભાઈ સોલંકીને મહેસાણા, મજુરી કામ કરતા રોહિત ઉર્ફે બાવલો મનજીભાઈ વાઘેલાને અમદાવાદ અને શાકભાજીનો વેપાર કરતા કલ્પેશ અર્જુનભાઈ માથાસુરીયાને પાલનપુર જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી કરાઈ છે. આ આરોપીઓ સામે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 ગુનાઓ અને ગાંધીગ્રામ-2 (યુનિ) પોલીસ સ્ટેશનમાં 1 ગુનો મળી કુલ 4 ગુનાઓ હેઠળ નોંધાયેલા હતા.
