જીવલેણ બનતો રોગચાળો: તાવ અને આંચકીથી બે મહિલાના મોત

રાજકોટમાં પ્રોઢા અને વાંકાનેર ભાયાણી જાંબુડીયા પરિણીતાના મોતથી બંને પરિવાર શોકમાં ગરકાવ

રાજકોટમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ તાવને કારણે એક મહિલાનું અને આંચકી આવ્યા બાદ એક પરિણીતાનું મૃત્યુ થયું હતું.
જણવા મળ્યા મુજબ ચોટીલાના વતની અને હાલ પારેવડી ચોક લક્ષ્મણ વિલા ખાતે રહેતાં શાંતિકુમારી માલાભાઇ સુના (ઉ.વ.49) નામના મહિલાને બે દિવસથી તાવ આવતો હોઇ ઘરે બેભાન થઇજતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણીને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પતિ કડીયા કામની મજૂરી કરે છે. બીજા બનાવમાં વાંકાનેરના ભાયાણી જાંબુડીયા ગામની રવિનાબેન કિશનભાઇ માધડ (ઉ.વ.25) નામની પરિણીતા સવારે નવેક વાગ્યે ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં વાંકાનેર સારવાર બાદ રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે દિકરા છે અને પતિ મજુરી કરી ગુજરાન ચલાવે છે. આંચકી આવ્યા બાદ તબિયત બગડી હોવાનું જણાવાયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ