નશામુકત યુવા ફોર વિકસીત ભારતના સંકલ્પ અભિયાનમાં BAPSના 30 હજાર યુવાનો જોડાયા

ઇઅઙજ સ્વામીનારાયણ મંદીરે વિશેષ સભા યોજાઇ

દેશના યુવાનોને વ્યસનમુક્ત કરી સકારાત્મક સામાજિક પરિવર્તનના પ્રહરી બનાવવાના ઉદ્દેશ્ર્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ખઢ ઇવફફિિં સ્વયંસેવકો, ગજજ સ્વયંસેવકો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને 125 થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ સહિત દેશભરના હજારો સ્થળોના યુવાનોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. સમગ્ર ભારતમાંથી બીએપીએસ સંસ્થાના વિવિધ 60 થી અધિક સેન્ટરોમાં આવેલ 30,000 થી અધિક યુવાનો અને યુવતીઓ આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. બીએપીએસ સંસ્થા દ્વારા તમામ સેન્ટરો પર યુવાનો માટે વિશેષ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતની ઓનલાઈન પ્રતિજ્ઞા લઈને આ ઝુંબેશ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ તકે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય ક્ધવીનર સંત ઈશ્ર્વરચરણ સ્વામીએ યુવાનોને પ્રેરણાદાયક સંદેશો પાઠવતા જણાવ્યુંહતું કે, ભગવાન સ્વામિનારાયણે એમના આશ્રિતોને વ્યસનમુક્ત રહેવાનો આદેશ આપેલો છે. જે વ્યસનમુક્ત હોય એ જ સાચો સત્સંગી બને છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોગીસભાગૃહમાં વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધૂન અને પ્રાર્થના બાદ વ્યસનમુક્ત જીવનની પ્રેરણા આપતો પ્રેરક વિડીયો ચલો તોડ દે યે બંધન દર્શાવવામાં આવ્યો હતો. અપૂર્વમુનિ સ્વામીએ આ તકે ઉપસ્થિત યુવાવર્ગને વ્યસનમુક્ત જીવનની પ્રેરણા દ્રઢાવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામે જીવંત પ્રસારણ દ્વારા આ અભિયાન અંતર્ગત વડાપ્રધાનનું ઉદબોધન નિહાળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ