રાજકોટમાં વરસાદી રોગચાળો ડામવા આજથી વન-ડે, વન-વોર્ડ અભિયાન

આરોગ્ય, સફાઇ, ડ્રેનેજ સહિતના સંબંધિત તમામ વિભાગો એકસાથે કામગીરી માટે ફિલ્ડમાં ઉતરશે

ચોમાસાની ઋતુમાં ડેંગ્યુ, મેલેરિયા તથા ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા માટે આવતીકાલે તા. 4 થી ‘વન-ડે-વન-વોર્ડ‘ કાર્યક્રમ હેઠળ સઘન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. તા.31 ઓગસ્ટ સુધીમાં તમામ 18 વોર્ડમાં આ કાર્યક્રમ પૂર્ણ થશે. આ અભિયાનમાં આરોગ્ય, સફાઇ, ડ્રેનેજ સહિતના સંબંધિત તમામ વિભાગો એકસાથે કામગીરી માટે ફિલ્ડમાં ઉતરશે
આ ઝુંબેશ શહેરના તમામ 18 વોર્ડની મુખ્ય ઓફિસ પરથી કરવામાં આવશે. કાર્યક્રમ મુજબ દરરોજ એક વોર્ડમાં આરોગ્ય વિભાગની તમામ ટીમોને સંયુક્ત રીતે કાર્યરત કરી ટીમ વર્કના આધારે વાહક નિયંત્રણની વિવિધ કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે તેમ આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ જણાવ્યું હતું.
આ સમગ્ર અભિયાન દરમિયાનકુલ 518 અર્બન આશા પૈકી જે-તે ઝોનમાં કાર્યરત અર્બન આશા પોતાના સંબંધિત ઝોનના વોર્ડમાં આયોજન મુજબ કામગીરી કરશે. ઉપરાંત 114 એમપીએચડબલ્યુ, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમો સંયુક્ત રીતે પ્રોગ્રામ મુજબના વોર્ડમાં જોડાઈ વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ કામગીરી અસરકારક રીતે કરશે.

ઝૂંબેશમાં થનાર કામગીરી
8 પોરાનાશક કામગીરી : ઘરની અંદર તથા આસપાસ મચ્છર ઉત્પતિ સ્થાનો જેવા કે ટાંકા, ટાંકી, બેરલ, પાણીની કુંડી, 5ક્ષીકુંજવગેરે જેવા પાત્રોને તપાસી લોકોને ઉત્પતિ અટકાયતીના 5ગલાં લેવા આરોગ્ય શિક્ષણ આ5વામાં આવશે તથા ભંગાર, બિનજરૂરી પાત્રો વગેરેનો નાશ કરાવવામાં આવશે તથા લાર્વીસાઇડ છંટકાવ કરવાની કામગીરી કરાવવામાં આવશે.
8 પેરાડોમેસ્ટિક કામગીરી : વોર્ડમાં પાણી ભરાયેલ નાના – મોટા ખાડા – ખાબોચીયા કે જયાં મચ્છર ઉત્પતિ સ્થાન બની શકે છે ત્યાં દવા કે ઓઇલ છંટકાવની કામગીરી કરવામાં આવશે.
8 બાયોલોજીકલ કંટ્રોલ : મોટા ખુલ્લા રહેતા પાણી ભરેલા પાત્રો સ્થળોએ પોરાભક્ષક માછલી મુકવામાં આવશે. બિન રહેણાંક પ્રિમાઇસીસની મુલાકાત : રહેણાંકની સાથે શાળા, બાંઘકામ સાઇટ, હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરીવગેરે જેવી પ્રિમાઇસીસની મુલાકાત કરી વાહકનિયંત્રણની કામગીરી કરાવવામાં આવશે. આરોગ્ય
8 જનજાગૃતિ : લોકોમાં મચ્છરજન્ય રોગો તથા મચ્છર ઉત્પતિ અટકાયતી વિશે સમજ મળી રહે તે હેતુસર પત્રિકા, પોસ્ટરના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ5વાની કામગીરી કરવામાં આવશે. આરોગ્ય શાખા ઘ્વારા શહેરના તમામ નાગરિકોને આ ઝુંબેશમાં સહભાગી થવા તેમજ પોતાના ઘર, શેરી તથા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય વિભાગની ટીમોને સહયોગ આ5વા એક અપીલ અને અનુરોઘ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ