રાજકોટ ડિવિઝનની મોટી ઉપલબ્ધી હાપા યાર્ડમાં ભરાતા પાણીની સમસ્યાના ઉકેલ માટે 84.5 મીટર લાંબા વધારાના લઘુ રેલ પુલનું નિર્માણ

મુસાફરોને સુરક્ષિત, અવરોધરહિત અને સમયસર રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ચોમાસા દરમિયાન ટ્રેનોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝણે વધુ એક મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાલક્ષી ઉપલબ્ધિ હાસલ કરી છે. તાજેતરના વર્ષોમાં હાપા યાર્ડમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે ડિવિઝણે 84.5 મીટર લાંબા વધારાના લઘુ રેલ પુલ (અમમશશિંજ્ઞક્ષફહ ખશક્ષજ્ઞિ ઇશિમલય)નું સફળતાપૂર્વક નિર્માણ પૂર્ણ કર્યું છે. આનાથી ચોમાસા દરમિયાન રેલ સંચાલન વધુ સુરક્ષિત અને સુચારુ બનશે તથા મુસાફરોને તેનો સીધો લાભ મળશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વરસાદ દરમિયાન હાપા યાર્ડમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાવાથી રેલ સંચાલન પ્રભાવિત થવાની આશંકા રહેતી હતી. આ પડકારના કાયમી ઉકેલ માટે રાજકોટ ડિવિઝણે યાર્ડની 5 રેલ લાઈનો પર 84.5 મીટર લાંબો વધારાનો લઘુ રેલ પુલ તૈયાર કર્યો છે. આ પુલના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ વધુ સરળ બનશે, જેનાથી પાણી ભરાવાની સમસ્યામાં અસરકારક ઘટાડો થશે અને ચોમાસા દરમિયાન ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત તેમજ સુચારુ રીતે સુનિશ્ચિત કરી શકાશે.
આ કામગીરીને એવી રીતે આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી કે આના માટે અલગથી ટ્રાફિક બ્લોક લેવાની જરૂર ન પડી. અગાઉથી ચાલી રહેલા ડબલિંગ ના કામ દરમિયાન ઉપલબ્ધ ટ્રાફિક બ્લોક્સનો અફલાતૂન ઉપયોગ કરીને આ વધારાના લઘુ રેલ પુલનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આનાથી રેલ સંચાલન પર ન્યૂનતમ અસર પડી અને મુસાફરોને કોઈ વધારાની અસુવિધાનો સામનો કરવો પડ્યો નહીં. આ રાજકોટ ડિવિઝનના ઉત્કૃષ્ટ આયોજન, વિભાગીય સમન્વય અને સંચાલન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સમયસર રેલ સેવાઓ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાપા યાર્ડમાં વધારાના લઘુ રેલ પુલનું નિર્માણ ચોમાસા દરમિયાન ટ્રેનોના સુરક્ષિત અને અવરોધરહિત સંચાલનને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ માળખાકીય પહલ છે. આનાથી પાણી ભરાવાની સમસ્યામાં અસરકારક ઘટાડો થશે, રેલ સંચાલનની વિશ્વસનીયતા અને સંચાલન ક્ષમતા વધુ મજબૂત થશે તથા મુસાફરોને બહેતર અને વિશ્વસનીય રેલ સેવાઓનો લાભ મળશે. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ આધુનિક ટેકનોલોજી, બહેતર આયોજન અને મજબૂત રેલ માળખાના માધ્યમથી મુસાફર સુવિધાઓ અને રેલ સંચાલનને સતત મજબૂત કરવા માટે કટિબદ્ધ છે.”

રિલેટેડ ન્યૂઝ