બાલાજી હનુમાન મંદિરે નિરાજન આરભમાં હજારો ભાવિકો જોડાઈ ધન્યતા અનુભવી
લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ સામે, ભૂપેન્દ્ર રોડ) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય 21 કુંડી મારૂૂતિ મહાયજ્ઞથ અને વિશેષ પનિરાજન આરતીથનું અનેરું આયોજન ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયું હતું. સાંજે 5:00 થી 7:00 કલાક દરમિયાન મંદિરના પટાંગણમાં રચાયેલા 21 કુંડી વિશાળ યજ્ઞમંડપમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજમાનો તેમજ ભક્તો દ્વારા દાદાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. આ પાવન યજ્ઞમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી દિવંગત સ્વ. વિજયભાઈ રૂૂપાણીની સ્મૃતિને નમન કરી તેમની જન્મજયંતી પર તેમના આત્માની પરમ શાંતિ તેમજ રંગીલા રાજકોટ શહેરની સુખશાં તિ, સમૃદ્ધિ અને સલામતી માટે કષ્ટભંજન દાદાના ચરણોમાં અંત:કરણપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી. મહાયજ્ઞની મંગલ પૂર્ણાહુતિ બાદ, સંધ્યા સમયે સ્વ. વિજયભાઈ રૂૂપાણીની પવિત્ર સ્મૃતિમાં વિશેષ પનિરાજન આરતીથ ઉતારવામાં આવી હતી. આ વેળાએ સમગ્ર મંદિર પરિસરમાં નસ્ત્રજય બાલાજીસ્ત્રસ્ત્ર, નસ્ત્રજય રામસ્ત્રસ્ત્ર અને નસ્ત્રહનુમાનજી મહારાજ કી જયથથના દિવ્ય નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજારો શ્રદ્ધાળુઓએ દાદાની ભાવભરી આરતીનો લાભ લઈ પરમ શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ સમગ્ર સ્મૃતિ મહોત્સવ અને મહાયજ્ઞનું સુંદર આયોજન બાલાજી હનુમાનજી મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. સંતોએ આ પ્રસંગે રૂૂપાણી પરિવાર તેમજ ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી જનતાને બાલાજી દાદાના દિવ્ય આશીર્વાદ અને પ્રસાદ પાઠવ્યા હતા.
