જર્મનીથી આવેલી ઘડિયાળ, આઈફોન, ચેઈન છોડાવવાના ચાર્જના નામે શિકાર કર્યો
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી લાગણીનો ફાયદો ઉઠાવી લગ્નનું વચન આપી અને જર્મનીથી કિંમતી ગિફ્ટ મોકલ્યાનું કહી યુવતી પાસેથી રૂૂ.6.31 લાખ પડાવી લીધા હતા. આખરે કોઈ પાર્સલ ન મળતાં અને આરોપીઓએ સંપર્ક તોડી નાખતાં ભોગ બનનારને છેતરાયા હોવાની જાણ થઈ હતી. જસદણમાં રહેતા દિલીપભાઈ ગોબરભાઈ ડોબરિયા (ઉં.વ.42)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ બે વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા. ફરિયાદ મુજબ, મે મહિનામાં નખફિુ ખ જફળીયહરથ નામના ફેસબુક એકાઉન્ટ પરથી સંપર્ક કરનાર મહિલાએ પોતે જર્મનીમાં રિઅલ એસ્ટેટ કંપનીમાં ઈઊઘ હોવાનું તેમજ પતિનું કોરોનાકાળમાં અવસાન થયાનું જણાવ્યું હતું. ફરિયાદી સાથે વોટ્સએપ પર સતત વાતચીત કરી વિશ્ર્વાસ જીત્યા બાદ પોતાની દીકરીના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ મોકલવાનું કહી સરનામું અને આધારકાર્ડની વિગતો મેળવી હતી. બાદમાં દિલ્હી એરપોર્ટમાંથી બોલતી હોવાનો દાવો કરતી બીજી મહિલાએ ફોન કરી પાર્સલમાં 30 હજાર યુરો, સોનાની ચેઇન, લેપટોપ, ઘડિયાળ અને આઈફોન હોવાનું કહી તેને છોડાવવા કસ્ટમ ડ્યૂટી, કરન્સી ક્ધવર્ઝન, ક્લિયરન્સ સહિતના અલગ-અલગ ચાર્જના નામે વારંવાર રકમ ભરાવી હતી. ફરિયાદીએ કુલ રૂૂ.6,31,900 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છતાં ન તો પાર્સલના ગીફ્ટ મળ્યા અને ન તો આરોપીઓનો ફરી સંપર્ક થયો. આ પ્રકરણમાં ફરિયાદીએ લગ્નનું પૂછતાં જિંદગીમાં ક્યારેય સાથ નહી છોડુંથ કહી પ્રેમનું જાળું પાથરવામાં આવ્યું હતું. બાદમાં વિદેશથી ગિફ્ટ કે પાર્સલ મોકલ્યાનો દાવો કરી કસ્ટમ ડ્યૂટી, ક્લિયરન્સ, કરન્સી ક્ધવર્ઝન કે ટેક્સના નામે પૈસા મગાવે છે. હકીકતમાં આવું કોઈ પાર્સલ હોતું જ નથી. પૈસા મળ્યા બાદ ઠગો નંબર બંધ કરી દે છે અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દે છે.
