રાજકોટ સુન્ની મુસ્લિમ સાદાત જમાત ટ્રસ્ટ દ્વારા સીપીને રજૂઆત
રાજકોટ સુન્ની મુસ્લિમ સાદાત જમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પોરબંદરના અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મોલાના અને યુ.પી.ના હસનૈન બકાઈ ગયાસી સફબી કાદરી સામે સૈયદ જમાતને બદનામ કરવા સુલેહ શાંતિનો ભંગ થાય તેવું ભાષણ આપવા અંગે ગુનો નોંધવા પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતુ ંકે, 20 જૂલાઈના રોજ પોરબંદરમાં હૈદરી યંગ કમીટી દ્વારા મહોરમ મહિના નિમિત્તે જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અબ્દુલ મૌલાનાએ તાજીયાવાળા માનતામાં ચડાવવામાં આવતા આંખ, દિલ સહિતની વસ્તુનો ધંધો કરે છે તેવુ અભદ્ર નિવેદન આપ્યું હતું જે વીડિયો 3 કલાક 37 મીનીટનો યુ ટ્યુબમાં અપલોડ થયો હતો. તેમજ અન્ય ઉશ્કેરણીજનક ભાષણ પણ કર્યુ હોય જેથી સૈયદો અને મુસ્લીમ સમાજની ધાર્મિક તથા સામાજીક લાગણી દુભાઈ છે જ્ઞાતિમાં અંદરો અંદર દુશ્મનાવટ ઉભી કરવાના દુષિત આશયથી કૃત્ય આચર્યુ હોય બંને સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
