વાયરલ વીડિયો આધારે પોલીસે કરી ધરપકડ
રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા યાજ્ઞિક રોડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દારૂૂના નશામાં ધૂત એક વ્યક્તિએ હાથમાં લાકડી લઈને ખુલ્લા રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો અને બેફામ હોબાળો કર્યો હતો. આ ઘટનાની શરૂૂઆત બે વાહનો વચ્ચે સામાન્ય અથડાવાની બાબતે થઈ હતી, જે બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. જોતજોતામાં મામલો એટલો વધી ગયો કે એક રિક્ષા ચાલકે જાહેર રસ્તા પર જ બેફામ ગાળાગાળી શરૂૂ કરી દીધી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે તંગદિલી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અણધારી ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક લોકોની મોટી ભીડ એકત્ર થઈ ગઈ હતી. નશામાં ધૂત શખ્સે મચાવેલા આતંક અને હોબાળાને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ રાહદારી દ્વારા પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. હાલ પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોના આધારે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.
