જેતપુર બીએસએનએલની ઓફિસમાંથી તસ્કરો 14 હજારના જનરેટર ચોરી ગયા

તાલુકા પોલીસે ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી

જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આવેલ બીએસએનએલના ટેલિફોન એક્સચેન્જ કમ્પાઉન્ડમાં પડેલા જનરેટરમાંથી રૂૂ. 14,000ની કિંમતના ઓલ્ટરનેટરની ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેબીએસએનએલ ના સબ ડિવિઝનલ એન્જિનિયર (જઉઊ) દ્વારા જેતપુર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, જેતપુરબીએસએનએલ ઓફિસમાં એસડીઈ તરીકે ફરજ બજાવતા અયોધ્યા દ્વારકાપ્રસાદ સોની (ઉં.વ. 56) પોતાની ટીમ સાથે બીએસએનએલ ટાવરો તથા એક્સચેન્જોની નિયમિત ચકાસણી માટે નીકળ્યા હતા. સવારે સાડા નવેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ મંડલીકપુર ગામે આવેલા બીએસ એનએલ ટેલિફોન એક્સચેન્જ ખાતે પહોંચ્યા, ત્યારે બહાર મેદાનમાં બંધ હાલતમાં પડેલા જનરેટરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. જનરેટરની અંદર તપાસ કરતા તેમાં રહેલું ઓલ્ટરનેટર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારી તથા તેમની સાથેના કર્મચારીઓ પંકજભાઈ પરમાર અને નિલેશભાઈ ગઢવી દ્વારા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં કાઈ પત્તો લાગ્યો ન હતો. કોઈ અજાણ્યો તસ્કર જનરેટરનું તાળું તોડી આશરે રૂૂ. 14,000ની કિંમતનું ઓલ્ટરનેટર ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ખાતરી થતાં એસડીઈ અયોધ્યા સોનીએ જેતપુરતાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદના ાધારે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 303(2) હેઠળ ચોરીનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ જેતપુર તાલુકા પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુમિતકુમાર કરશનભાઈ પરમાર ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ