ગોંડલ રેલવે સ્ટેશનથી NDPS કેસનો ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેર-સુરેન્દ્રનગરમાં ગુનો નોંધાયેલા : રેલવે પોલીસ અને RPFનું ઓપરેશન

રેલવેમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલા ખાસ અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે પોલીસને સફળતા મળી છે. લખતર પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં નાસતા ફરતા અબ્દુલભાઈ યુસુફભાઈ સૈયદને ગોંડલ રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોંડલ આઉટ પોસ્ટના પીએસઆઈ કે.યુ. વાળા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લખતર પોલીસ સ્ટેશનનાં (ગઉઙજ કલમ 8(સી), 20(બી), 20શશ(બી), 29) ના કામમાં નાસતો ફરતો આરોપી અબ્દુલભાઈ યુસુફભાઈ સૈયદ (રહે. મફતીયાપરા, સુરેન્દ્રનગર) ગોંડલ રેલવે સ્ટેશનની આજુબાજુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે રાજકોટ રેલવે પોલીસ, સુરેન્દ્રનગર શહેર બી-ડિવિઝન પોલીસ તથા છઙઋ ની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મજૂરી કામ કરતો આ શખ્સ અગાઉ વાંકાનેર તથા સુરેન્દ્રનગર નશાકારક પદાર્થોના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ કામગીરી ઇન્ચાર્જ એડીજીપી (રેલવે) કે.એન. ડામોર, એસપી યશપાલ જગાણીયા અને ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઙઈં એચ.એમ. રાણા, ઙજઈં કે.યુ. વાળા, હેડ કોન્સ. મધુરાજસિંહ, હેડ કોન્સ. ભાવનાબેન તેમજ છઙઋ ના ઈંઙઋ નાસીર હુશેન, અજઈં કનુભાઈ ખાચર અને હેડ કોન્સ. જગદીશકુમાર ડાંગર સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિલેટેડ ન્યૂઝ