ઉપલેટા : મેગા હેલ્થ કેમ્પમાં આશા બહેનોનું કેન્સર, ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનું સ્ક્રીનિંગ કરાયું

બ્રેસ્ટ કેન્સરના 3 શંકાસ્પદ બહેનોને રાજકોટ રીફર કરાયા

કેન્સર, ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ (ગઈઉ)ના કેસો શોધીને સમયસર સારવાર આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (જઈઈછઈં) રાજકોટના સહયોગથી હાલમાં કોટેજ હોસ્પિટલ, ઉપલેટા ખાતે ખાસ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની સૂચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ ગઈઉ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર ડો. ઝલક માતરિયાની રાહબરીમાં આ કેમ્પ યોજાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલ-ઉપલેટાના અધિક્ષક ડો. ખ્યાતિ ગજેરા, ડો. હિતેશ કાલરિયા, જઈઈછઈં હોસ્પિટલના ડો. શ્રીકાંત તેમજ તાલુકા હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં તબીબોની વિશેષ ટીમ દ્વારા સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં ઉપલેટા તાલુકાની 30 વર્ષથી વધુ વયનાં કુલ 77 આશા બહેનોનું સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેન્શન અને ડાયાબિટીસનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબોની ચકાસણી દરમિયાન બ્રેસ્ટ કેન્સરના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ આશા બહેનો મળી આવ્યા હતા, જેમને મેમોગ્રાફી સહિતની આગળની તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં ’એચ.પી.વી. ડી.એન.એ.’ ટેસ્ટનો ખર્ચ આશરે રૂ. 5,000થી 6,000 જેટલો થાય છે. આ ટેસ્ટ કેમ્પમાં તમામ 77 આશા બહેનો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ