લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુ:ખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (ભૂપેન્દ્ર રોડ) એક ભક્તિસભર ’સુંદરકાંડ પાઠ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામ ી તારીખ 8-8- 2026, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે બાલાજી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે આ વિશેષ સુંદરકાંડ પાઠ યોજાશે. આ પાઠ શૃંખલાનો 9735મો પાઠ છે. આ પાવન અવસરે વક્તા તરીકે અમદાવાદથી ગુરુ અશ્ર્વીનકુમાર પાઠક ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાની સુમધુર વાણીમાં ભક્તોને સુંદરકાંડના પાઠનું રસપાન કરાવશે. આ સમગ્ર ભક્તિમય કાર્યક્રમ બાલાજી હનુમાનજી મંદિરના મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત સ્વામી રાધારમણદાસજી સ્વામીના રૂૂડા આશીર્વાદ અને નિમંત્રણ હેઠળ યોજાઈ રહ્યો છે. શહેરના તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને સમયસર પધારીને આ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરવા તથા બાલાજી દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ જીવન ધન્ય બનાવવા મંદિર પ્રશાસન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિલેટેડ ન્યૂઝ
-
ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજીત જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજીત જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 નું આયોજન વડનગર... -
RMCએ કચરામાંથી બનાવ્યુ બળતણ અને ખેડૂતો માટે મફત જૈવિક ખાતર
દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડ, પોરબંદર, જાફરાબાદ, અમરેલી સહિતના પંથકના ખેડૂતોને ખાતર અપાયુ વિનામુલ્યે : નાકરાવાડી પ્લાન્ટમાં... -
RMC રૂ.500માં આપશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મુર્તિ
સેલ્ફ ફાયનાન્સ સ્કુલોના સહયોગથી 1 ફૂટની 10 હજાર મુર્તિનું વિતરણ કરાશે : ચછ કોડથી બુકિંગ રાજકોટ...
