આજી 1 અને ન્યારી 1માં ભરચોમાસે નર્મદા નીર ઠલવવાનું ચાલુ રાખવુ પડશે

ગત સપ્તાહ એલર્ટ વચ્ચે શહેરમાં ભલે 9 ઇંચ વરસાદ પડ્યો, પણ શહેરની તરસ છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં ચિંતા યથાવત

ચોમાસુ અડધુ પુરુ થવા આવ્યુ આમછતા રાજકોટવાસીઓની તરસી છીપાવતા ઘરઆંગણેના જળાશયોમાં હજુ સુધી જોઇએ તેવી મેઘકૃપા વરસી નથી. રેડ એલર્ટ જેવી સ્થિતિમાં પણ માત્ર શાસ્ત્ર પુરતુ કહી શકાય તેટલુ ચરણામૃત સમાન નવુ પાણી આવ્યુ છે. ત્રણ દિવસ દરમિયાન ન્યુ રાજકોટમાં 9 અને અન્ય ભાગમાં 6થી 8 ઇંચ વરસાદ ભલે પડ્યો હોય પરંતુ શહેરની મુખ્ય જીવાદોરી આજી-1 અને ન્યારી-1 ડેમમાં માંડ અડધો ફૂટ પાણી આવ્યુ છે. મનપાની વોટર વકર્સ શાખાના સતાવાર જણાવ્યા મુજબ માત્ર બે જ દિવસનું પાણી આવ્યુ છે. જો કે હજુ અડધુ ચોમાસુ બાકી છે. મેઘરાજા નવા રાઉન્ડમાં જળબંબાકાર આગમન કરે અને વર્ષ આખુ ચાલે તેટલી અમીકૃપા વરસાવે તેવી આશા અમર છે.
ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટવાસીઓ તેમજ તંત્રને એવી પ્રબળ આશા હતી કે આ ત્રણ દિવસના મુસળધાર વરસાદમાં શહેરની મુખ્ય જીવાદોરી સમાન આજી-1 ડેમ અને ન્યારી-1 ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ જશે. જો આ બંને મુખ્ય જળાશયો છલકાઈ ગયા હોત તો રાજકોટ શહેર માટે આખા વર્ષના પીવાના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો હોત. પરંતુ કુદરતનો મિજાજ કંઈક જુદો જ જોવા મળ્યો હતો અને ધારણા મુજબ ડેમોમાં પાણીની આવક થઈ શકી નથી. રેડ એલર્ટના દિવસોમાં 9 ઇંચ વરસાદ છતાં ડેમોમાં માત્ર 2 દિવસ ચાલે તેટલી જ પાણીની આવક થઇ છે. શહેરમાં ભલે કુલ 9 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડી ગયો હોય, છતાં પણ શહેરના મુખ્ય જળાશયોના જળસ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. સ્થાનિક કચરાશ અને કેચમેન્ટ એરિયામાં ઓછો વરસાદ થવાને કારણે આજી-1 અને ન્યારી-1 ડેમમાં માત્ર બે જ દિવસ ચાલે તેટલા પાણીનો નવો જથ્થો આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ