રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ

પીસીબીએ ભગવતીપરાના બુટલેગરની ખાલી બોટલો, સ્ટીકર, દારૂ સાથે કરી ધરપકડ

રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યા છે બીજી તરફ દારૂની સોર્ટેજ વચ્ચે દારૂના શોખીન પ્યાસીઓ પાસેથી ઊંચા પૈસા પડાવવા મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી પધરાવવાના ખેલનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે ભગવતીપરાના બુટલેગરની દારૂ, સ્ટીકર, ખાલી બોટલો સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં દારૂનું દુષણ ડામી દેવાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમી આધારે ભગવતીપરામાં વિનોબા ભાવે ટાઉનશીપમાં દરોડો પાડી મોંઘીદાટ સ્કોચની બોટલોમાં ઓલ સીઝન અને આરસી જેવો દારૂ ભરી ઊંચા ભાવે વેંચતા બુટલેગર અનીશ આમદભાઈ હિંગોરાની ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી 11 હજારની દારૂની બે ભરેલી બોટલ, ત્રણ ખાલી બોટલ, ગરણી, હિટ મશીન, બોટલ ઉપર લગાડવાના રેડિયમ તેમજ લાલ અને લીલા કલરના શીલ સહિતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં પોતે દારૂની ખાલી બોટલો ભંગારમાંથી ખરીદી કરતો હોવાનું અને સીલ સહીતની વસ્તુઓ ઓનલાઇન મંગાવતો હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ