મેઘાલય, મુંબઈ અને રાજકોટની ચાર રૂપજીવિનીઓને મુક્ત કરાવી સાક્ષી બનાવતી પોલીસ
સ્પા સંચાલક, મેનેજર સહીત ત્રણની ધરપકડ : 2000 એક્સ્ટ્રા સર્વિસના ઉઘરાવી યુવતીને 1000 આપતા
રાજકોટ એ ડિવિઝન પોલીસે બાતમી આધારે કિશાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પામાં દરોડો પાડી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે પોલીસે સ્પા સંચાલક, મેનેજર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી 47 હજારની મતા કબ્જે કરી છે ગ્રાહક દીઠ એન્ટ્રી ફી 1000 અને એક્સ્ટ્રા સર્વિસના 2000 રૂપિયા ઉઘરાવી રૂપજીવીનીને 1000 રુપિયા આપતા હતા પોલીસે મેઘાલય, મુંબઈ અને રાજકોટની ચાર રૂપજીવિનીઓને મુક્ત કરાવી છે.
રાજકોટમાં સ્પાના ઓથાર હેઠળ હાલત ગેરકાયદે દેહવ્યાપારના ધંધા બંધ કરાવવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે એ ડિવિઝન પીઆઇ જે વી વાઢિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે કિશાનપરા ચોકમાં આવેલ ગ્રીન એપલ સ્પામાં સ્પાની આડમાં યુવતીઓને રાખી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે આ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી રૂમ ચેક કરતા એક રૂમમાંથી ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી પોલીસે અહીંથી મેનેજર દીપેશ જગતભાઈ વિશ્વકર્મા, ટેલીકોલરનું કામ કરતા વિકાસ કુલદીપભાઈ વિશ્વકર્મા અને સંચાલક અમન મનોજભાઈ ઠાકુરની ધરપકડ કરી બે મોબાઈલ, રોકડ સહીત 47 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે યુવતીને પૂછતાં પોતે મેઘાલયની હોવાનું અને 2000 ગ્રાહક દીઠ લેવામાં આવતા અને તેમાંથી 1000 રૂપિયા પોતે રાખતા અને 1000 રૂપિયા યુવતીને આપતા હોવાનું જણાવતા પોલીસે ગ્રાહકોને બોલાવી એન્ટ્રી ફીના નામે 1000 અને એક્સ્ટ્રા સર્વિસના નામે 2000 ઉઘરાવતા હતા પોલીસે સ્પામાંથી મેઘાલયની એક, મુંબઈની બે અને રાજકોટની એક સહીત ચાર રૂપજીવિનીઓને મુક્ત કરાવી ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
