તે દિવસે જ અન્ય માતા-પુત્રએ એસિડ પી ખાણમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો
રાજકોટમા ગત ગુરુવારે સામુહિક આપઘાતની વધુ બે ઘટના બની હતી કોઠારીયા રોડ ઉપર રહેતા માતા-પુત્રએ ગૃહકલેશથી કંટાળી સજોડે ઝેરી દવા પી લેતા પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તે બનાવમાં સારવાર હેઠળ રહેલી માતાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે તે દિવસે જ જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ આર્થિક ભિસથી કંટાળી એસિડ પી ખાણમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ રામેશ્વર સોસાયટીમાં રહેતા બ્રિજેશ મનસુખભાઇ રબારા ઉ.26 અને તેના માતા દમયંતીબેન મનસુખભાઇ રબારા ઉ.58એ ઘરે ગૃહકલેશથી કંટાળી સજોડે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન પુત્ર બ્રિજેશનું મૃત્યુ નીપજ્યું હતું જયારે માતા દમયંતીબેનને દાખલ કરવામાં આવ્યા હતા આજે સારવાર દરમિયાન માતાનું પણ મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રએ ગૃહકલેશથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું તે જ દિવસે રાજકોટના જામનગર રોડ ઉપર મારુતિ સોસાયટીમાં રહેતા નિલેશ મનસુખભાઇ નકુમ ઉ.27 અને તેના માતા જયાબેન મનસુખભાઇ નકુમ ઉ.50એ ઘરે એસિડ પી ખાણમાં પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા બંનેનું સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે પડધરી પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભિસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
