વેપારીના ઘરમાંથી 3.40 લાખની રોકડ, પાડોશીના બાઈકની ચોરીની ફરિયાદ
શહેરના મોરબી રોડ પર આવેલ બેડી ગામ વિસ્તારમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી હતી. પોલીસ પેટ્રોલિંગના દાવાઓની ધજીયા ઉડાવી ટોળકી બેડી ગામની પટેલ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનની પાછળની બારી તોડી કબાટમાં રાખેલા રૂૂ. 3,40,000ની રોકડ રકમ ચોરી ગયા છે. આટલેથી ન અટકતા, તસ્કરોએ શેરીમાં પાર્ક કરેલું રૂૂ. 35,000ની કિંમતનું મોટરસાયકલ પણ હંકારી જઈ એક જ રાતમાં કુલ રૂૂ. 3.75 લાખના મુદ્દામાલની મત્તા ચોરી ફરાર થઇ જતા, આ મામલે કુવાડવા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે આ ટોળકીની ભાળ મેળવવા તપાસ શરૂૂ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ બેડી ગામમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી હતી, પટેલ સોસાયટી ખાતે રહેતા ગોરધનભાઈ ચતુભાઈ મુંધવા (ઉ.વ. 63) વેપારીના ઘરને નિશાન બનાવ્યું હતું. મકાનની પાછળની બારી તોડીને મકાનમાં ઘુસી, રૂૂમમાં પ્રવેશ્ર્યા બાદ પતરાના કબાટને તકેદારીપૂર્વક ફંફોસી તેમાં રાખેલા રૂૂ. 3,40,000ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી. રહેણાંક મકાનમાં રોકડની ચોરી કર્યા બાદ ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ નજીકમાં જ બીજી ચોરીને પણ અંજામ આપ્યો હતો. ગોરધનભાઈના મકાનની આગળની શેરીમાં રહેતા સાહેદ ચકુભાઈ આલાભાઈ ધ્રાંગીયાએ પોતાની શેરીમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલું જીજે -03-એલએસ-8777 નંબર નું હોન્ડા પણ હંકારી ગયા હતા, ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ એક જ રાતમાં રોકડ અને વાહન મળી કુલ રૂૂ. 3,75,000ની મત્તા પર હાથફેરો કર્યો હતો. ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી હોવાની વાતની જાણ થતા વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. બનાવ અંગે ગોરધનભાઈ મુંધવાએ તુરંત કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટના બાદ આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવ્યા હતા જેમાં બે શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકીનો સુરાગ મેળવવાની ક્રાઈમ બ્રાંચ અને કુવાડવા રોડ પોલીસે પૂરજોશમાં તપાસ શરૂૂ કરી છે.
