રાજકોટમાં આખરે જીએસટી ટ્રિબ્યુનલનો પ્રારંભ : 11 કેસોની સુનાવણી હાથ ધરાઈ

ટ્રિબ્યુનલના કુલ 1258 કેસો પેન્ડિંગ

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એપિલેટ ટ્રિબ્યૂનલ (ૠજઝઅઝ)ની રાજકોટ સ્ટેટ બેન્ચે આજે અધિકૃત રીતે સુનાવણીનો પ્રારંભ કર્યો છે. કોર્ટ-1માં જ્યુડિશિયલ મેમ્બર માનનીય પ્રમોદ કુમાર રાય અને ટેક્નિકલ મેમ્બર માનનીય કિશોરી લાલની અધ્યક્ષતામાં ડિવિઝન બેન્ચે સવારે 11 વાગ્યે કુલ 11 કેસોની સુનાવણી હાથ ધરી હતી રાજકોટ બેન્ચ માર્ચ 2026માં ટ્રેડ નોટિસ નંબર 01/2026 અનુસાર કાર્યરત થઈ હતી. તેનું સરનામું 201-208, ટાવર-એ, આરકે આયકોનિક, 150 ફીટ રિંગ રોડ, શીતલ પાર્ક પાસે, પુનીત નગર, રાજકોટ-360006 છે. આ બેન્ચ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના કરદાતાઓ માટે મહત્વની સુવિધા પૂરી પાડે છે, જેથી તેમને અન્ય દૂરના બેન્ચોમાં જવાની જરૂૂર ન પડે. ટ્રિબ્યૂનલમાં હાલ કુલ આશરે 1258 કેસો પેન્ડિંગ છે. જીએસટી અપીલો હવે સ્થાનિક સ્તરે સાંભળવામાં આવશે તેથી વિવાદોના નિકાલમાં ઝડપ આવશે અને કરદાતાઓને રાહત મળશે. અપીલો જીએસટીએટીના ઈફાઇલિંગ પોર્ટલ પર ઓનલાઈન દાખલ કરી શકાય છે.આ પગલું ગુજરાતમાં જીએસટી વિવાદ નિરાકરણની પ્રક્રિયાને મજબૂત બનાવશે અને કરદાતાઓ માટે સરળતા વધારશે.

રિલેટેડ ન્યૂઝ