રાજકોટમાં એનેલોગ પનીર સામે મનપાની ધોંસ

ચેકીંગ દરમિયાન કનૈયા ડેરીમાંથી વાસી મીઠાઇ, જલારામ ઘીમાંથી શંકાસ્પદ લાગતા ઘીનો નમુનો લેવાયો: ખાણીપીણીના 78 ધંધાર્થીઓને ત્યા ચેકીંગ, 113 કિલો વાસી ખોરાકનો નાશ

ગુજરાત રાજ્ય ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનો ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ તેમજ પરિવહન પર તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ગઇકાલથી જ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામા આવી છે. ડેરી, ચીઝ-પનીર સહિત ડેરી પ્રોડક્ટના ઉત્પાદન યુનિટ ઉપરંત હોટલ-રેસ્ટોરેન્ટ, કેટરર્સ સહિતની જગ્યાએ ચેકીંગ માટે ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમને ઉતારવામા આવી છે. ગઇકાલથી આજે બીજા દિવસે બપોર સુધીમાં 50થી વધુ જગ્યાએ ચેકીંગ કરાયુ હતુ. જો કે એકપણ જગ્યાએથી એનેલોગ પનીર મળી આવ્યુ ન હતુ પરંતુ બે ડેરીમાંથી વાસી મીઠાઇ મળી આવી હતી જ્યારે અને મવડી મેઇન રોડ પર જલારામ ઘી નામની પેઢીમાં શંકાસ્પદ લાગતા ઘીના નમુના લેવામા આવ્યા હતા. ફૂડ શાખાએ કુલ 78 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન અંદાજિત કુલ 113 ઊંલ અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ 16 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.21,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ચકાસણી માટે કુલ 4 નમૂના લેવામાં આવેલ. જેમા આજી ડેમ ચોકડી પાસે મહિકા રોડ તરફ આવેલા દિનદયાલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી કનૈયા ડેરીમાંથી સંગ્રહ કરેલ વાસી, પડતર માવાના પેંડા, કેસર પેંડા, મિક્સ પડતર મીઠાઈ, પડતર શ્રીખંડ નો કુલ મળી 95 સલ પડતર વાસી જથ્થો નાશ કરેલ તેમજ રૂ.5,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પેઢીમાંથી (1)શુદ્ધ ઘી (લુઝ) તથા (2)મોળો માવો (લુઝ) ના 2 નમુના લેવામાં આવ્યા હતા. જ્યારે વિનાયક નગર, ઉદયનગર -મવડી મેઇન રોડ ખાતે આવેલ જલારામ ઘી ડિપો પેઢીમાંથી 2 પેક્ડ ઘી નમિત બ્રાન્ડ કાઉ ઘી તેમજ શ્રીકાંત બ્રાન્ડ કાઉ ઘી ના 2 નમુના લેવામાં આવેલ. આ ઉપરાંત નવાગામમાં સમજુપાર્કમાં આવેલી વાહેગુરુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં યોગ્ય સ્ટોરેજ તથા લાયસન્સ અંગે નોટીસ આપી સ્થળ પરથી 15 સલ અખાધ્ય ખોરાક નાશ કરેલ. રૂ.10,000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. જ્યારે વાવડીમાં 40 ફૂટ રોડ પર આવેલી રજવાડી દાબેલીમાં ફૂડ લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.500/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.

આજી ડેમ ચોકડીએ કનૈયા ડેરી સીલ, ગોડાઉનમાં ફ્રીજ ખોલતા માખીના ઝૂંડ નિકળ્યા!
રાજકોટની આજીડેમ ચોકડી પાસે આવેલી કનૈયા ડેરીમાં આજીડેમ પોલીસની અને મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ફ્રીજ ખોલતા જ માખીઓ ઉડતી જોવા મળતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તેમજ મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો મળી આવતા 95 કિલોનો સ્થળ પર નાશ કરાયો હતો. એટલું જ નહીં ઘીમાં પણ ભેળસેળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા ફૂડ વિભાગ દ્વારા તેના નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આજીડેમ ચોકડી નજીક આવેલ દીનદયાળ ઈન્ડસ્ટ્રીઝ એરીયાની શેરી નં.3 માં આવેલી “કનૈયા ડેરી ફાર્મ”માં મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત અખાદ્ય મીઠાઈ અને માવો બનાવવામાં આવી રહ્યો છે. તેવી બાતમી મળતાં જ આજીડેમ પોલીસ ટીમે ત્વરિત છખઈ ના ફૂડ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. સંયુક્ત ટીમ દ્વારા “કનૈયા ડેરી ફાર્મ” ખાતે દરોડો પાડવામાં આવતા જ સ્થળ ઉપર ભયંકર ગંદકી વચ્ચે મીઠાઈ બનાવવાની કામગીરી ચાલતી હોવાનું નજરે પડ્યું હતું. સ્થળ પરથી રૂ. 35,000 ની કિંમતનો આશરે 95 કિલોગ્રામ જેટલો ભેળસેળયુક્ત અખાદ્ય મીઠાઈ, પેડા અને માવાનો જથ્થો મળી આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ