શાળાઓ અને શિક્ષકોના પડતર પ્રશ્ર્નો અંગે મનોમંથન કરાશે
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર /જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ – રાજકોટ આયોજિત સંગઠન પર્વ – 2026ની બેઠક તારીખ 10-08- 2026ને સોમવારના રોજ બપોરે 2-00 કલાકે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ ખાતે મળશે.
જેમાં સંચાલક મંડળ, આચાર્ય સંઘ, ઉચ્ચતર શિક્ષક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી સંઘ વિગેરેના સૌરાષ્ટ્ર અને ગુજરાતના ટોચના હોદેદારો ઉપસ્થિત રહી સંગઠન મજબૂત કરવા અને શાળાઓના પ્રશ્ર્નો માટે ચર્ચા વિચારણા કરી જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડશે, જેમાં સંચાલક મંડળમાંથી રાજ્યના પ્રમુખ ડો. શંકરસિંહ રાણા, આચાર્ય સંઘના ભાનુભાઈ પટેલ અને ભરતભાઈ ચૌધરી, માધ્યમિક શિક્ષક સંઘના બાબુભાઈ પટેલ, વહીવટી સંઘના મિતેશભાઈ મોદી વિગરે ઉપસ્થિત રહેવાના હોય, તેમજ ડો. નિદત બારોટ અને નવીનભાઈ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં આ સંગઠન પર્વની ઉજવણી કરવા માટે રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ ડો. પ્રિયવદન કોરાટ અને સંકલનના દિનેશ ભુવા, એન. ડી. જાડેજા, દર્શિત જાની, શૈલેષ સોજીત્રા, વી. ડી. નૈયા વિગેરે આયોજનમાં ભાગ લઈ રહ્યા છે.
