હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપની બેઠક મળી

હોદેદારોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ આર્યની ઉપસ્થિતિમાં તથા જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાની અધ્યક્ષતામાં જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડિયા, વલ્લભભાઈ ઝાપડિયાની ઉપસ્થિતિમાં માર્કેટિંગયાર્ડ, ગોંડલ ખાતે આગામી તારીખ 11 ઓગષ્ટથી તારીખ 15 ઓગષ્ટ સુધી રાષ્ટ્રીય પર્વ હર ઘર તિરંગા-તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની તૈયારીઓ ભાગરૂૂપે અગત્યની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડિયા, વલ્લભભાઈ ઝાપડિયા, હર ઘર તિરંગાતિરં ગા યાત્રા કાર્યક્રમના જીલ્લા સહ- ઇન્ચાર્જે દેવભાઈ કોરડીયા, શૈલેષભાઈ અજાણી, સંત રવિદાસ જન્મજયંતી સમરસતા સંકલ્પ અભિયાનના જીલ્લા ઇન્ચાર્જ મનોજભાઈ રાઠોડ, સહ- ઇન્ચાર્જ મહેશભાઈ વાણીયા, બાલુભાઈ વિઝુંડા, જગદીશભાઈ પરમાર, હિરેનભાઈ દાફડા, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા સહીત જીલ્લા ભાજપની ટીમ, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલના પ્રમુખ- મહામંત્રીઓ, કાર્યક્રમના જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ, જીલ્લા જિલ્લા પ્રેસ-મીડીયા સહીત અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા અને સહ- ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકી, કુલદીપ સિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.

રિલેટેડ ન્યૂઝ