રાજકોટમાં 336 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બેલડી ઝડપાઈ

દારૂ અને રિક્ષા મળી 2.59 લાખનો મુદ્ામાલ કબ્જે કરતી પોલીસ

એલસીબી ઝોન-1 ની ટીમે બેડી ચોકડી પાસે દારૂૂ ભરેલી રીક્ષા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રીક્ષામાંથી 336 બોટલ દારૂૂ સહિત રૂૂ.2.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસો દારૂૂ કોની પાસેથી લાવ્યા હતાં અને કોને સપ્યાલ કરવાના હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસીપી ઝોન-1 હેતલ પટેલની સૂચના હેઠળ એલસીબી ઝોન-1 ના પી.એસ.આઇ.એમ.કે મોવલીયાની રાહબરીમાં એએસઆઈ હરેશભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ નિખિલભાઇ પીરોજીયા સહિતનો સ્ટાફે પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી હકીકત મળી હતી કે, બેડી ગામ તરફથી રીક્ષા નંબર જીજે 3 સી.વી 1163 માં બેડી ગામથી બેડી ચોકડી તરફ પસાર થનાર છે અને તેમાં દારૂૂના જથ્થાની હેરફેર થઈ રહી છે. જેથી આ બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન બેડી ચોકડી નજીકથી શંકાસ્પદ રીક્ષા પસાર થતા પોલીસે રિક્ષા અટકાવી હતી. બાદમાં રીક્ષામાં તપાસ કરતા તેમાંથી રૂૂપિયા 1.09 લાખની કિંમતનો 336 બોટલ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રિક્ષામાં સવાર બંને શખસોની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાણા (ઉ.વ.46 રહે. વામ્બે આવાસ યોજના કવાર્ટર) અને અન્ય શખસનું નામ જય ગૌતમભાઈ સોંદરવા (ઉ.વ.26 રહે. નાનામવા, જયભીમનગર શેરી નંબર 3) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂૂનો આ જથ્થો અને રીક્ષા સહિત કુલ રૂૂપિયા 2,59,200 નો મુદ્દામાલ કબજે કરી આ શખસો વિરુદ્ધ ગુનો નોંધી તે દારૂૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ