અનેક અધિકારીને વધારાના ચાર્જમાંથી મુક્તિ અને નવી જવાબદારીઓની સોંપણી
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા વહીવટી સરળતા ખાતર શહેરના 8 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (ઙઈં) ની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવાના હુકમો જારી કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, લીવ રીઝર્વ એટેચ ઊઘઠ ના ઙઈં આર.જી. પઢીયારને મહિલા પોલીસ સ્ટેશનમાં અને મહિલા પોલીસ સ્ટેશનના ઙઈં એસ.બી. બુટીયાને રીડર ટુ સીપી તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉઈઇ એટેચ ઊઘઠ ના ઙઈં પી.આર. ડોબરીયાને સાયબર ક્રાઇમ, સાયબર ક્રાઇમના ઙઈં બી.બી. જાડેજાને અઇંઝઞ, અઇંઝઞ ના ઙઈં કે.કે. ગોહિલને ગાંધીગ્રામ-2 (યુનિ) પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ-2 ના ઙઈં સી.એન. દવેને ઊઘઠ, ઈંઞઈઅઠ ના ઙઈં એસ.એમ. સોલંકીને ટ્રાફિક શાખા તથા ટ્રાફિક શાખાના ઙઈં જે.જે. હળવદીયાને એન્ટી રેડીક્લાઇઝેશન સેલમાં બદલી સોંપવામાં આવી છે.
બદલીઓના આદેશની સાથે કેટલાક અધિકારીઓને જૂના વધારાના પ્રભારમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે. જેમાં ઙઈં કે.કે. ગોહિલને ખઘઇ ના ચાર્જમાંથી, ઙઈં એસ.એમ. સોલંકીને રીડર ટુ સીપીના ચાર્જમાંથી તેમજ ખાસ શાખાના ઙઈં એ.એલ. વરચંદને એન્ટી રેડીક્લાઇઝેશન સેલના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. આ સાથે જ કચેરીના અન્ય એક હુકમ દ્વારા નવી શાખાઓનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, જે અંતર્ગત ઈંઞઈઅઠ નો વધારાનો ચાર્જ મહિલા પોલીસ સ્ટેશનના ઙઈં ને, જ્યારે ખઘઇ અને સામાજિક સલામતી સ્ક્વોર્ડનો વધારાનો ચાર્જ અઇંઝઞ ના ઙઈં ને સુપ્રત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને બદલીવાળા સ્થળે તાત્કાલિક અસરથી હાજર થઈ જાણ કરવા આદેશ આપ્યો છે.
