બે વર્ષ જુના ગુનાનો પણ ભેદ ઉકેલાયો : પોલીસે કરી સરભરા
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (કઈઇ) ટીમે ગોંડલ શહેરમાં એકલી નીકળતી મહિલાઓને પેટ તથા છાતીના ભાગે મુક્કો મારી અડપલાં કરી ભાગી જતા આધેડને ઝડપી પાડ્યો છે. એલ.સી.બી. ટીમે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી એક્ટિવા તથા મોબાઇલ સહિત કુલ રૂ. 60,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને બે વર્ષ જૂના વણઉકેલાયેલા કેસ સહિત બે બનાવોનો પર્દાફાશ કર્યો છે. ગત તા. 12/08/2026ના રોજ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સાંજના સમયે એક મહિલા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ગ્રે કલરના એક્ટિવા પર આવેલા એક અજાણ્યા ચાલકે મહિલાને છાતીના ભાગે ધબ્બો મારી નિર્લજ્જ હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આશરે બે વર્ષ પહેલાં પણ ગોંડલના મહાદેવવાડી વિસ્તારમાં એક મહિલા પર આ જ પ્રકારે હુમલો કરી છેડતી કરવામાં આવી હતી, જે અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બંને ગુના વણઉકેલાયા હતા. રાજકોટ રેન્જ આઈ.પી નિર્લિપ્ત રાય તથા રાજકોટ એસ.પી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીઆઈ જે.પી. રાવ અને તેમની ટીમે તપાસ હાથ ધરી આરોપીના ભાગવાના રૂટના ઈઈઝટ ફુટેજ ચકાસ્યા હતા. ખાનગી બાતમીદારો અને હ્યુમન સોર્સ મારફતે મળેલી સચોટ બાતમી આધારે ગોંડલ-જેતપુર રોડ પરથી શંકાસ્પદ એક્ટિવા સાથે ઉભેલા ઇસમની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ બંને ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીનું નામ ચેતનભાઈ રામજીભાઈ રૈયાણી (ઉં.વ. 52) છે, જે ગોંડલ-જેતપુર રોડ પર ત્રણ ખૂણીયા પાસે આવેલા રવિ બંગલોઝમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 50,000નું એક્ટિવા અને રૂ. 10,000ની કિંમતનો એક મોબાઇલ ફોન મળીને કુલ 60,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. છેલ્લા અઢીથી ત્રણ વર્ષ દરમિયાન શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચાલીને જતી મહીલાઓ પર હુમલાની ઘટનાઓ ને લઇ ને ખૌફ સર્જાયો હતો. હવે પોલીસે વિકૃત માનસિકતા ધરાવતાં રોમીયો ને જડપી લીધો હોય અનેક ઘટનાઓ નો પર્દાફાશ થશે.
