રાજકોટ મધ્યસ્થ જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મીનું સન્માન

ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેલ અધીક્ષક વી. પી. ગોહીલના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જેલના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા જેલમાં રહેલા બંધીવાન ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ અધીક્ષકએ ઉપસ્થિત સૌને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જેલ ખાતે પોતાની સોંપાયેલી ફરજો નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવનાર કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી તેમને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જેલના બંધીવાન ભાઈઓ દ્વારા વિવિધ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતોનું ગાયન, નૃત્ય તથા લોકગીતોની પ્રસ્તુતિએ સૌના મન મોહી લીધા હતા. કાર્યક્રમના અંતે દેશની આઝાદી કાપવા યોગદાન આપનાર અમર સ્વતંત્રતા સેનાનીઓનું સ્મરણ કરી કાર્યક્રમની સફળ પૂર્ણાવતી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ