ઓરિસ્સામાં મકાન ભાડે રાખી રાજકોટ-સૌરાષ્ટ્રમાં ગાંજા સપ્લાય નેટવર્કનો પર્દાફાશ
બેની ધરપકડ, બેની શોધખોળ: 1.55 કરોડનો મુદ્દામાલ કબ્જે કરતી એસઓજી
રાજકોટમાં જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 205 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ઓરિસ્સાથી સ્ટીલના પાઈપની ટ્રકમાં ચોરખાનું બનાવી તેની આડમાં ઘુસાડેલ 1 કરોડના ગાંજા સાથે ટ્રક ચાલક અને તેના સાગરિતને એસઓજીએ ઝડપી લઇ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બન્નેની પુછપરછમાં સપ્લાયર સહીત બે શખ્સોના નામ ખુલ્યા છે.
આગામી જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર એસઓજી પીઆઇ એન બી ચૌધરીની રાહબરીમાં પીએસઆઈ બી વી ચુડાસમા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને સ્નેહભાઈ ભાદરકાને મળેલી બાતમી આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર નજીક વોચ ગોઠવી ટ્રક નંબર જીજે-03-બી.વી 5112 અટકાવી જડતી લેતા લોખંડના પાઇપનો જથ્થો મળી આવ્યો હતો જે હટાવીને જોતા તેમાંથી 1.02 કરોડથી વધુની કિંમતનો 204.900 કિલોગ્રામ ગાંજાનો મળી આવતા રાજકોટના મહમંદ ઉર્ફે કાળો હુશેનભાઈ ઉર્ફે કડીબાપુ સર્વદીઉં.26 અને અરબાઝ સલીમભાઈ સંધી ઉં.27ની ધરપકડ ટ્રક અને સહિત કુલ 1,55,73,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે બન્નેની પુછપરછમાં આ ગાંજાનો જથ્થો અરીસ્સાથી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રમીઝ ઉર્ફે માયો રફીકભાઈ અને અમિત ઉર્ફે ગુરખો નામના શખ્સે સ્પલાય કર્યો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે રમીઝ ઉર્ફે માયો અને અમિત ઉર્ફે ગુરખો બંને પકડવા માટે તપાસ શરૂૂ કરી છે.
પકડાયેલા આરોપીઓને રાજકોટના જંગલેશ્વરમાં રહેતા રમીઝ ઉર્ફે માયો રફીકભાઈ નામના ઈસમે એક ટ્રીપના 20,000 આપવાનું નક્કી કરીને ઓડિશા ગાંજાનો જથ્થો લેવા મોકલ્યા હતા. આ ઉપરાંત મોરબી રોડ પર હડાળા મોમાઈ હોટેલ પાછળ રહેતા અમિત ઉર્ફે ગુરખો નામના ઈસમે ઓડિશા ખાતેથી આ ગાંજાના જથ્થાની વ્યવસ્થા કરાવી આપી હતી.અમિતે ઓરિસ્સામાં મકાન ભાડે રાખી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક શરૂૂ કર્યું હતું. ઓરિસ્સાના દુર્ગમ વિસ્તાર જ્યાં કેટલાક ગામોમાં ગાંજાની ખેતી થાય છે ત્યાંથી મોટા પ્રમાણમાં ગાંજો ખરીદ કરી ટ્રક માં ચોર ખાનું બનાવી ગાંજો રાજકોટ મોકલતો હતો, અગાઉ પણ 100 કિલો જેટલો ગાંજો તે સપ્લાય કરી ચુક્યો છે.
