પીસીબીએ નહેરુનગરના શખ્સની એક હથિયાર, 9 કાર્ટીસ સાથે કરી ધરપકડ
રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચમાં અગાઉ 4 હથિયારોના ગુનામાં પકડવાના બાકી સાયલાના શખ્સને 2 પિસ્ટલ-2 તમંચા સાથે ક્રાઇમ બ્રાન્ચે સોખડા ચોકડી પાસેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પીસીબીએ નહેરુનગરના શખ્સને એક પિસ્ટલ અને નવ કાર્ટીસ સાથે ઝડપી લઇ અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં અગાઉ હથિયારોના ગુનામાં પકડાયેલા કેસોમાં બાકી રહેતા આરોપીઓને પકડવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે માલિયાસણથી સોખડા ચોકડી વચ્ચે વોચ ગોઠવી સાયલાના ઘીરા મોહનભાઇ કુકડીયાને અટકાવી જડતી લેતા તેની પાસેથી બે ગેરકાયદે પિસ્ટલ અને બે ગેરકાયદે તમંચા મળી આવતા તેની ધરપકડ કરી 80 હજારના હથિયારો કબ્જે કર્યા હતા અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 4 હથિયારોમાં આ શખ્સનું નામ ખુલ્યું હતું પકડાયેલો શખ્સ અગાઉ ધજાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે જયારે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમી આધારે બાલભવનના ગેઇટ પાસેથી નહેરુનગરના યાકીબ સિકંદરભાઈ મામટીને સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી એક પિસ્ટલ અને નવ કાર્ટીસ મળી આવતા ધરપકડ કરી પૂછતાછ કરતા હાથીખાનામાં રહેતા અરબાઝ અમીનભાઈ કાજી અને અમરેલીના અકીલ વલીભાઈ સૈયદનું નામ ખુલતા તે બંનેની શોધખોળ હાથ ધરી છે અરબાઝ સામે બે અને અકીલ સામે ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે.
