ડ્રાઇવીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
સરધારમાં ખેત મજૂરી અર્થે આવેલો યુવાન પાંચ બાળકોને બાઇકમાં બેસાડી એક બાળકીને સ્કૂલે મુકવા ગયો હતો. જયાથી પરત ફરતી વખતે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા પાંચ સવારી બાઇક દિવાલ સાથે અથડાયુ હતું. જેમાં ચાર બાળકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ સરધારમાં છેલ્લા 10 વર્ષથી ખેતી કામ કરતા સુનિલ સોલંકી નામનો યુવાન રાજ રીતેશભાઇ ભીલ (ઉ.વ.2), બકુલ રીતેશભાઇ ભીલ (ઉ.વ.6), રમુ છગનભાઇ ભીલ (ઉ.વ.9), રાજવીર સુનિલભાઇ સોલંકી (ઉ.વ.5) અને રોનુબેન (ઉ.વ.8)ને બાઇકમાં બેસાડી સરધાર ગામે આવેલી સ્કૂલમાં રોનુબેનને મુકવા ગયો હતો. રોનુબેનને સ્કૂલે ઉતારી સુનિલ સોલંકી અન્ય ચાર બાળકોને બાઇકમાં બેસાડી વાડીએ પરત ફરતો હતો. ત્યારે ડ્રાઇવિંગ પરનો કાબુ પાંચ બાળકોને બાઇકમાં બેસાડી એક બાળકીને સ્કૂલમાં મુકી પરત ફરતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ગુમાવતા બાઇક દિવાલ સાથે અથડાયુ હતું. જે અકસ્માતમાં ઘવાયેલા રાજ રીતેશભાઇ ભીલ (ઉ.વ.2), બકુલ રીતેશભાઇ ભીલ (ઉ.વ.6), રમુ છગનભાઇ ભીલ (ઉ.વ.9) અને રાજવીર સુનિલભાઇ સોલંકી (ઉ.વ.5) સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુતપાસ હાથ ધરી છે.
