પડધરીના સરપદડ પાસે બાઇકમાં ચુંદડી ફસાઇ જતા પટકાયેલી મહિલાનું થયું મોત

સુરાપુરાના દર્શને જતા રાજકોટના દંપતિને નડેલો અકસ્માત

શહેરમાં નાના મવા વિસ્તારમાં આવેલા ભીમનગર ચોકમાં રહેતું દંપતી બે દિવસ પૂર્વે બાઇક લઇ વિસામણ ગામે સુરાપુરા દાદાના દર્શન કરવા જતું હતું ત્યારે પડધરીના સરદળ પાસે ચુંદડી વ્હીલમા ફસાતા પ્રોઢા બાઈક પરથી નીચે પટકાયા હતા પ્રોઢાને માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા સારવારમાં મોત નીપજ્યું હતું. પ્રોઢાના મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નાના મવા વિસ્તારમાં આવેલા ભીમનગર ચોકમાં રહેતા જ્યોતિબેન હરેશભાઈ રાઠોડ નામના 47 વર્ષના પ્રોઢા ગત તા.16 ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના પતિ હરેશભાઈ રાઠોડના બાઈક પાછળ બેસી જઈ રહ્યા હતા ત્યારે પડધરીના સરપદળ ગામ પાસે જ્યોતિબેન રાઠોડ અકસ્માતે પતિના બાઈક પરથી નીચે પટકાયા હતા.
પ્રોઢાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં જ્યોતિબેન રાઠોડને સંતાનમાં ત્રણ પુત્ર છે અને જ્યોતિબેન રાઠોડ પતિ હરેશભાઈ રાઠોડના બાઇક પાછળ બેસી વિસામણ ગામે સુરાપુરા દાદાના દર્શન કરવા જતા હતા ત્યારે ચુંદડી વ્હીલમા ફસાઈ જતા જ્યોતિબેન રાઠોડનું નીચે પટકાતા હેમરાજ જેવી ઈજા પહોંચવાથી મોત નીપજો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ