હુમલાખોર ડોક્ટર રામાણીની ધરપકડ : સુપ્રિ. તરીકે ડો. કમલ ડોડિયાને હવાલો
રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચાના ચકડોળે ચડતી હોય છે ત્યારે ગત રાત્રે સિનિયર અને જુનિયર તબીબ વચ્ચે દર્દીને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવા મુદ્દે બોલા ચાલી થઈ હતી ગઈ કાલે સાંજે સાત વાગે ડોક્ટર ક્રિશા શિંગાળા અને સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી વચ્ચે પેશન્ટનો વોડ બદલવા માટે બોલા ચાલી થઈ હતી. જ્યાં ડો.રામાણી ગરમાવો પકડીને જેમ ફાવે એમ ગાળા ગાળી કરીને લાફો ફટકાર્યો હતો. ક્રિશા સાથે આવો બનાવ પેલા પણ બન્યો હોય આ અંગે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર મેડિકલ ઓફિસરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માંકડિયા સામે અગાઉ પણ ટેન્ડર સહિતના મુદ્દે અનેક આક્ષેપો થઇ ચુક્યા છે તેમને સત્તા સોંપ્યા પછી તેઓ વારંવાર વિવાદમાં આવતા હતા અને અંતે તેમની જોહુકમી સામે સરકારે પગલાં લીધા હોય તેમ તેમને અધિક્ષક પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે ડોક્ટર પર ડોકટરે કરેલા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોય તેમ મોનાલી માંકડિયાને તાત્કાલિક ધોરણે અધિક્ષક પદેથી હટાવી તેમાં સ્થાને ડોક્ટર કમલ ડોડીયાની નિમણુંક કરવામાં આવી છે હવેથી સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડોક્ટર કમલ ડોડીયા કાર્યરત રહેશે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર નાલંદા સોસાયટીમાં રહેતા અને રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે મેડીસિન વિભાગમા છેલ્લા છએક માસથી રેસિડેંટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ક્રિશાબેન ડો/ઓફ નિલેશકુમાર સિંગાળા ઉ.26એ ડોક્ટર અશ્વિન રામાણી સામે પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે મારી નોકરી ઈમરજંસી વોર્ડમા 24 કલાકની શિફ્ટમાં હતી મારી નોકરી દરમીયાન સાંજના એક મોટી ઉમરના માજી સારવાર માટે આવેલ હતા જે માજીની હાલત ગંભીર હોય તેઓને વેંટીલેટર પર રાખવા જરૂરી હોય જેથી મે અમારી સાથે ઈમરજંસી વોર્ડમા ફરજ પરના ડો.અશ્વિન રામાણીને જણાવેલ કે આ માજીને ઇમરજંસી વોડર્મા રાખવા જરૂરી છે પરંતુ આ ડો. અશ્વીન રામાણીએ મારી વાત પર કોઈ ધ્યાન આપ્યા વિના માજીને જનરલ વોર્ડમાં સારવાર આપવાનુ જણાવેલ જેથી મે રામાણી સાહેબને ફરી વાર આ બાબતે રજુઆત કરતા તેમને સારુ ન લાગતા અચાનક ઉગ્ર થઈને મને જેમ ફાવે તેમ બોલાચાલી કરી ગાળો આપી અને લાફો મારી દિધેલ અને કહેલ કે અહી તારા બાપનુ રાજ નથી હુ તને જોઈ લઈશ તેમ કહેલ એટલામા અમારા અન્ય સ્ટાફ તેમજ સિક્યુરીટી સ્ટાફ આવી જતા રામાણી સાહેબને અંદર લઈ ગયેલ હતા આ સંપુર્ણ બનાવ ઇમરજંસી રૂમમા લાગેલ સી.સી.ટી.વી કેમેરામા રેકોર્ડ થયેલ છે જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પ્રનગર પોલીસે ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી હતી.
ડો. અશ્ર્વિન રામાણીની પંચમહાલમાં બદલી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર હુમલો કરનાર ડો. અશ્ર્વિન રામાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી હતી આ ઘટના બાદ રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા હુમલાખોર તબિબ સામે આકરા પગલા લેવામાં આવ્યાં છે. તાત્કાલીક ધોરણે ડોક્ટર અશ્ર્વિન રામાણીની પંચમહાલ જીલ્લામાં સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી છે.
અગાઉ પણ ફરિયાદ કરી હતી છતાં ડો.મોનાલી માંકડિયાએ કોઈ પગલાં લીધા ન હતા
ફરિયાદી તબીબે જણાવ્યું હતું કે અગાઉ પણ આ ડો. અશ્વિન રામાણી વિરુધ્ધ ગત તા-01/07/2026 ના રોજ સિવિલ હોસ્પીટલના સુપ્રીટેંડંટ મોનાલી માંકડિયા મારફત આર.એમ.ઓને લેખીત અરજી આપી હતી પરંતુ તે અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના પરિણામ સ્વરૂપે ગઈકાલે તેના ઉપર હુમલાની ઘટના બનવા પામી છે અગાઉ કરેલી ફરિયાદમાં ડોક્ટર મોનાલી માંકડિયાએ જો ત્વરિત પગલાં લીધા હોત તો ગઈકાલે આ બનાવ બન્યો ન હોત.
