રાજકોટમાં બે ફામ ધમધમતા દારૂના હાટડા બંધ કરાવવાની માંગ સાથે કોંગ્રેસની રજુઆત

જોઈન્ટ પોલીસ કમિશ્નર અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગરની ઝેરી દારૂની ગટનાને લઈ આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર અને ડીસીપીને પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી.
આવેદનમાં જણાવાયું હતું કે,તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યંત દુ:ખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ અને હેરફેર થતી હોવાની હકીકત આ ઘટનાએ ઉજાગર કરી છે ઝેરી દારૂની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થાય સાથે જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દારૂના વેપારને પ્રોત્સાહન આપતા તત્વો અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ સામે વિશેષ અભિયાન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર દારૂના વેપાર અને બૂટલેગરોની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ડેપ્યુટી પોલીસ કમિશનર રાજકોટને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવા, દારૂના વેપાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ શહેરને નશામુક્ત બનાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ દેખાવી જોઈએ. ઝેરી દારૂના કારણે નિર્દોષ લોકોના મોત અત્યંત દુ:ખદ છે અને આ માટે જવાબદાર તમામ તત્વો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.શહેરમાં અવારનવાર હત્યા, હુમલા, લૂંટ, મારામારી અને ગુંડાગીરીની ઘટનાઓ સામે આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ