ક્રાઇમ બ્રાન્ચે 8 લાખના મુદામાલ સાથે એકની કરી ધરપકડ : ત્રણની શોધખોળ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે 80 ફૂટ રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં દરોડો પાડી એક બુટલેન્ગરને 7.83 લાખની કિંમતની 2832 બોટલ દારૂ સહીત 8,03,320 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર, સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઈ વી ડી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના જયરાજ્ભાઇ કોટીલા, ધારાભાઈ વનારીયા, રાજેશભાઈ જળું અને પ્રદિપસિંહ જાડેજા સહિતને મળેલી બાતમી આધારે 80 ફૂટ રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડતા ઘરમાંથી 7,83,360 રૂપિયાનો 2832 બોટલ દારૂ મળી આવતા પોલીસે સાહિલ બળવંતભાઈ વોરાની ધરપકડ કરી મોબાઈલ, દારૂ સહીત 8,03,320 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો સાહિલની પૂછતાછમાં હિતેશ કનાભાઇ ગોહેલ, દિપક ઉર્ફે ધોનો વિનોદભાઈ ચૌહાણ અને અજય ભુપતભાઇ રાઠોડના નામ ખુલતા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે દિપક ઉર્ફે ધોનો અગાઉ દારૂના ગુનામાં અમદાવાદમાં પકડાઈ ચુક્યો છે.
