રાજકોટ: ચંદ્રપાર્કના મકાનમાં ચાલતી હોસ્ટેલ સામે રહિસોનો રોષ

સોસાયટીની મંજુરી વગર ચાલુ થયેલી હોસ્ટેલ સામે પોલીસને રજુઆત

શહેરના 150 ફૂટ રિંગ રોડ, બીગ બજાર નજીક આવેલી જાણીતી ‘ચંદ્રપાર્ક કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી’માં શાંત રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હોસ્ટેલ ચલાવી અસામાજિક વાતાવરણ ઊભું કરાતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. આ મામલે સોસાયટીના ત્રસ્ત રહીશો દ્વારા ડી.સી.પી. ક્રાઈમ બ્રાન્ચ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ચંદ્રપાર્ક સોસાયટીની શેરી નં. 19 માં આવેલા બ્લોક નં. 324 ના મકાનમાલિક વિજયભાઈ ગોકાણી દ્વારા સોસાયટીના નીતિ-નિયમો નેવે મૂકીને અને સોસાયટીની કોઈપણ મંજૂરી વગર પોતાના રેસિડેન્સ મકાનને હોસ્ટેલ સ્વરૂૂપે ફેરવી નાખી ભાડે આપી દેવામાં આવ્યું છે. આ 3 ઇઇંઊંના મકાનમાં આશરે 15થી વધુ અજાણ્યા ઈસમોને રાખવામાં આવ્યા છે. સોસાયટીના રહીશો તેમજ હોદ્દેદારોના જણાવ્યા મુજબ, મકાનમાં રહેતા અજાણ્યા ઈસમો મોડી રાત્રે દારૂૂ પીવે છે, નોનવેજ ખાઈને આજુબાજુ ગંદકી તથા ન્યુસન્સ ફેલાવે છે અને અભદ્ર વર્તન કરે છે. જેના કારણે સોસાયટીમાં રહેતી બહેન-દીકરીઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્ર્કેલ બની ગયું છે. સોસાયટીના પ્રમુખ અને રહીશોએ જ્યારે મકાનમાલિક વિજયભાઈ ગોકાણીને રજૂઆત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ ગાળો ભાંડી ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. વધુમાં, તેમના પુત્ર “સ્પર્શ ગોકાણી” દ્વારા રહીશોને “તમારાથી થાય તે કરી લેજો, અમે તો આમ જ કરશું” કહી ખુલ્લેઆમ ધાક-ધમકી આપી છરી બતાવી વાતાવરણ તંગ બનાવવામાં આવ્યું હોવાનો લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ