સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 10નો વધારો

સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવમાં રૂ. 10નો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય તેલોમાં ભાવ સ્થિર જણાતો હતો. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 2,500 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 27,200, જી 10 33,000, જી20 33,000 અને ટીજે 37 33,500 ઉપર જણાતા હતા.
સિંગખોળ રૂ.36,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 10નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ. 15 કિગ્રા ટીન 2920- 2970, 13 કિગ્રા લેબલ ટીન 2620 – 2870, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2810 – 2860, 13 કિગ્રા નવા ટીન 2540- 2590 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2320 – 2360, પામોલિન તેલ રૂ. 2375 – 2380, કોપરેલ 4100 – 4150, દિવેલ 2400 – 2430, કોર્ન 2330 – 2350, મસ્ટર્ડ ઓઇલ 2570 – 2650 અને સન ફલાવરના ભાવ 2570 – 2590 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે.દિવેલના ભાવ 1425 – 1435 ઉપર નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં 1400 થી 1500 ગુણી આવક હતી જેના ભાવ 1390 થી 1435 રહ્યા હતા. ગુજરાતમાં 30,000 થી 31,000 ગુણી આવક હતી જેના ભાવ 1410 થી 1430 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1460, કડી 1440- 1445 કંડલા 1455 – 1470, શાપુરના ભાવ 1455 – 1470 અને ગિરનારના ભાવ 1455 – 1470 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ