રાજકોટ મનપા મચ્છર કંટ્રોલ કરવા હવે ડ્રોનથી દવાનો છંટકાવ કરશે

રામનાથપરા મહાદેવ મંદિરથી અભિયાનનો પ્રારંભ : એઆઈ દ્વારા મેપિંગ કરાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે મચ્છર તથા મચ્છરના પોરાના નિયંત્રણની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનોના સર્વે/મેપિંગ તથા લાર્વીસાઇડ દવા છંટકાવની કામગીરીનો શુભારંભ આજે તા.24/08/2026ના રોજ રામનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો શુભારંભ મેયર ડો.નેહલ શુક્લના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોન ટેકનોલોજી દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ કરવા માટે એઆઈ આધારિત પ્લેટફોર્મ દ્વારા મેપિંગકરવામાં આવશે. ઓળખાયેલ સંભવિત બ્રિડિંગ સોર્સને જીઓટેગિંગ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે, જેના આધારે સંબંધિત વિસ્તારના ખઙઇંઠ તથા આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ પર ચકાસણી કરી જરૂૂરી સોર્સ રિડક્શનની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત, જ્યાં જરૂૂરી જણાશે ત્યાં ડ્રોનની મદદથી લાર્વીસાઇડ દવાનો છંટકાવકરવામાં આવશે. ખાસ કરીને ઊંચી ઇમારતોની અગાશીઓ, મોટા જળાશયો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્લોટો, ખુલ્લી ડ્રેનેજ તથા માનવ બળ દ્વારા પહોંચવું મુશ્ર્કેલ હોય તેવા વિસ્તારોમાં આ ટેકનોલોજી ઉપયોગી સાબિત થશે.

રિલેટેડ ન્યૂઝ