શહેરમાં વધતો જતો રોગચાળો સપ્તાહમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસ, તાવના મળી ર400 કેસ નોંધાયા

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. છેલ્લા સપ્તાહ તા.17 થી ર4/8 દરમ્યાન ર470 જેટલા તાવ, શરદી, ઉધરસના કેસ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.17/08 થી તા.23/08 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને એમપીએચડબલ્યુ દ્વારા 1,12,368 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 974 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1207 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 292 અને કોર્મશીયલ 203 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત તા. તા. તા.17/08 થી તા.24/08 દરમ્યાન કુલ 2,78,263 જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન કુલ 7,145 જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ 1,290 જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ 2,340 જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ